વડોદરા: તાલુકામાં પેટા ચૂંટણીના પડઘમ શાંત થયા છે ત્યારે દારૂની હેરાફેરી કરતા એક દુકાનદાર અને તેના ડ્રાઇવરને પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.
નંદેસરી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થનાર છે અને ગઈકાલથી ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયો છે ત્યારે પોલીસે મોટેપાયે બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસના ચેકિંગ દરમિયાન ગઈકાલે દારૂનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. નંદેસરી પોલીસ સ્ટેશન પાસે ગાયત્રી ફરસાણ ગામની દુકાન ધરાવતો પ્રિતેશ શંકરભાઈ ચૌહાણ (એલ.આઇ.જી. કોલોની નંદેસરી) દુકાન પાસે દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરી રહ્યો હોવાની વિગતો મળતા પોલીસે દરોડો પાડયો હતો.
પોલીસે એક ટેમ્પામાંથી 1.32 લાખની કિંમતની દારૂની 1200 નંગ બોટલ ઝડપી પાડી હતી. પોલીસે વનરાજ રાવજીભાઈ પરમાર (જલારામ નગર, નંદેશરી) તેમજ દુકાનદાર પ્રિતેશને ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો કોની પાસે મંગાવ્યો હતો અને ક્યાં મોકલવાનો હતો તેમજ કોઈ રાજકીય વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.
Reporter: admin







