તારીખ 26/ 2 /2023 ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપીએ સગીરાને પોતાના પ્રેમજાળમાં પટાવીને તેના માતા પિતાના કબ્જામાંથી અપહરણ કરી ભગાડી ગયેલ તે બાબતની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકે નોંધાઈ હતી.
આ બનાવમાં આરોપી તથા ભોગ બનનાર સગીરાને પોલીસે શોધી કાઢી.બંનેની પૂછપરછમાં આરોપી ભોગ બનનાર સગીરા સાથે તેણીની સાડાતેર વર્ષ થી ઉંમરથી ના જાઇસ સંબંધો રાખતો હતો .અને ફરિયાદ અગાઉ વારંવાર તેની સાથે દુષ્કર્મ કરેલ જે કેસની ચાર્જશીટ સાવલીની પોકસો કોર્ટના જજ સાહેબ (જે એ ઠક્કર)ની કોર્ટમાં દાખલ થઈ કેસચાલી જતા નામદાર પોકસો કોર્ટના જજ (જે.એ ઠક્કરે )એ આરોપી નસીબ કુમાર કરશનભાઈ રાઠોડીયા રહે: જરોદનાં ને દુષ્કર્મ અને પોકસોના ગુનામાં દોષી ઠેરવી 20 વર્ષની સખત કેદ તેમજ રૂપિયા 50,000 નો દંડ ફટકારવામાં આવ્યો
તેમજ ઇપીકો કલમ 363 ના ગુનામાં 3 વર્ષની કેદ તેમજ રૂપિયા 3000 નો દંડ અને ઇપીકો કલમ 366 ના ગુણા માં પાંચ વર્ષની સજા અને રૂપિયા 5,000 નો દંડ ફટકારેલ. આરોપીજે દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તે ભોગ બનનાર સગીરાને વળતર તરીકે ચૂકવવા આદેશ કરેલ છે. અને ગુજરાત વિકટીમ કોમ્પનસેસન સ્કીમ હેઠળ સગીરાને ₹4,લાખ નું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ને ભલામણ કરેલ છે .
Reporter: admin







