News Portal...

Breaking News :

વડોદરા ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા મધ્ય ગુજરાત ઝોન કક્ષાનો એક દિવસીય સેમિનાર યોજાયો

2025-04-24 15:53:59
વડોદરા ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા મધ્ય ગુજરાત ઝોન કક્ષાનો એક દિવસીય સેમિનાર યોજાયો


બાળ અધિકારોનું સંરક્ષણ: આપણા સૌની જવાબદારી' વિષય પર નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાન યોજાયા



ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગર દ્વારા વડોદરા શહેરના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ, એમ. એસ. યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠા ગજ્જરની અધ્યક્ષતા હેઠળ મધ્ય ગુજરાત ઝોનનો એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો.આ સેમિનારમાં બાળ સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મયોગીગણને 'બાળ અધિકારોનું સંરક્ષણ: આપણા સૌની જવાબદારી' વિષય પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મધ્ય ગુજરાત ઝોનના વડોદરા, આણંદ, ખેડા, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાના કર્મયોગીગણને આવરી લેવામાં આવ્યા હતા.પ્રાસંગિક ઉદ્બોધન કરતા ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું કે, બાળકો સાથે સંવેદનશીલ વ્યવહાર થકી બાળકોના ઉજ્જવલ ભવિષ્યનું નિર્માણ કરી શકાય છે. રાજ્યમાં બાળકોનું શોષણ ન થાય, સુરક્ષા ન જોખમાય, શિક્ષણ થી વંચિત ન રહે અને નિર્ભય રીતે અભિવ્યક્ત કરી શકે તે માટે આયોગ સતત પ્રયત્નશીલ છે.


આયોગના ભૂતપૂર્વ ચેરપર્સન પ્રો. રામેશ્વરબેન પંડ્યાએ જણાવ્યુ કે, રાજ્યના બાળકોની જવાબદારી ફક્ત આયોગની જવાબદારી નથી પરંતુ સૌની જવાબદારી છે. આ માટે આયોગ સાથે જોડાયેલ તમામને જાગૃતિ, તાલીમ અને સમયાંતરે મૂલ્યાંકન થાય તે મહત્વનું જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં વિષય નિષ્ણાંતો દ્વારા આયોગની ભૂમિકા, ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટીના કાર્યો, POCSO એક્ટ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, ચાઇલ્ડ હેલ્પલાઇન, ચાઇલ્ડ લેબર એક્ટ, ચાઇલ્ડ મેરેજ એક્ટ અને ચાઇલ્ડ સાયકોલોજી જેવા વિષયો પર ગહન સંવાદ સાધવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ આયોગના સચિવ ડી. ડી. કાપડિયા, સભ્ય કમલેશભાઈ રાઠોડ, વર્ષાબેન પટેલ, અમૃતાબેન અખિયા, મુખ્ય કારોબારી અધિકારી અને સમાજ સુરક્ષા નિયામક વિક્રમસિંહ જાદવ, જિલ્લા કાયદા સેવા સત્તાના સેક્રેટરી વી. જે. ગઢવી, ઝોનના તમામ જિલ્લાના બાલ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ કલ્યાણ આયોગના સભ્યઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો

Reporter: admin

Related Post