જી.એ.સી.એલ. વડોદરાના સેફટી અને ફાયર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ. દશરથ ખાતે “ ઔધોગિક સલામતી અને અગ્નિશમન ઉપકરણોના ઉપયોગ” અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં ૨૦૦થી વધુ તાલીમાર્થીઓ તથા સુપરવાઈઝરોને સૈદ્ધાંતિક તથા પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. સંસ્થાના આચાર્ય દ્વારા જી.એ.સી.એલ. વડોદરાથી તાલીમ આપવા અર્થે આવેલ કલ્પેશભાઈ ગઢવી તથા વિપુલભાઈ જાવિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



Reporter: admin







