News Portal...

Breaking News :

સરપંચે DDO-TDOને લેખિત રજૂઆત કરતા ખળભળાટ મચ્યો

2024-08-22 13:02:09
સરપંચે DDO-TDOને લેખિત રજૂઆત કરતા ખળભળાટ મચ્યો


સાવલીના તુલસીપુરા, રાણેલા પ્રા.શાળાના નામ બદલવા મામલે સાવલી તાલુકાના ગ્રામજનોના જિલ્લા પંચાયત ખાતે પ્રદર્શન


વડોદરા : સાવલી તાલુકાના તુલસીપુર અને રાણેલા ગામે પ્રાથમિક શાળાનું નામ બદલવાના વહીવટીના નિર્ણય સામે ગામના સરપંચે ડીડીઓ અને ટીડીઓને લેખિતમાં રજૂ કરતા ભારે ચર્ચા જાગી છે. આમ પદાધિકારી દ્વારા અધિકારી સામે પ્રશ્ન ઉભો કરતા ભારે સનસનાટી મચી છે.સાવલીનું છેવડાનું ગામ તુલસીપુરા છે. આ પંચાયતમાં સમાવિષ્ટ નરભા પુરા, રાણેલા, ભગાના મુવાડા, તુલસીપુરા આમ ચાર પેટાપરા મળીને તુલસીપુરા પંચાયત બનેલી છે. ગામના સરપંચ મહેશ તલાવિયાના લેખિત આક્ષેપ પ્રમાણે તુલસીપુરા ગામમાં તુલસીપુરા પ્રા. શાળા આવેલ છે. તેમજ રાણેલા ગામમાં રાણેલા પ્રા.શાળા આવેલ છે. 


પરંતુ ૨૦૦૪માં આ બંને પ્રાથમિક શાળાનું નામ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તદ્દન ખોટી રીતે સ્થળની ચકાસણી કર્યા વગર કાયદેસરના પ્રાથમિક શાળાના ઓર્ડરના કાગળો જોયાં વગર ઓર્ડર કરેલ હતો. જેમાં રાણેલા પ્રાથમિક શાળાનું નામ બદલી તુલસીપુરા પ્રા. શાળા-૧ કરેલ છે. તુલસીપુરા પ્રા. શાળાનું નામ બદલી તુલસીપુરા પ્રા.શાળા-૨ કરેલ છે. જે તદ્દન ખોટી રીતે ગેર વ્યાજબી છે.જેનો હાલમાં ગામ પંચાયત કાયદેસરનો ઠરાવ કરી અને તુલસીપુરા પ્રા. શાળાના તમામ ૧૯૯૭ના ઓર્ડરો સાથે કાયદેસરનું નામ કરવા ઠરાવ કરેલ છે. જે ઠરાવ TPEO તાલુકા પ્રા. શિક્ષણ અધિકારી સાવલીને ૯/૧/૨૦૨૪ના રોજ દરખાસ્ત આપેલ છે. પરંતુ આ બાબતે કોઈ નક્કર પરિણામ ન આવતા ગામના સરપંચે જ પોતાના તાંબાના ગામોની શાળાના નામો અને વિકાસની ગ્રાન્ટો પ્રત્યે પ્રશ્ન ઉભો કરતા સનસનાટી મચી છે. ત્યારે આજે તમામ ગ્રામજનો વડોદરા શહેર જિલ્લા પંચાયત ખાતે એકત્ર થઈ ગયા હતા અને ધારણા પ્રદર્શન યોજવામાં આવ્યો હતો જ્યાં સુધી ગ્રામજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસવામાં આવશે.

Reporter: admin

Related Post