News Portal...

Breaking News :

વાઘોડિયા રોડની નારાયણ વિદ્યાલયમાં દિવાલ પડવાની દુર્ઘટનાના એક મહિના પછી પણ શાળા બંધ, અભ્યાસ શરૂ કરવા વાલીઓની પાલિકા ખાતે મ્યુ.કમિશનરને રજૂઆત

2024-08-22 12:50:07
વાઘોડિયા રોડની નારાયણ વિદ્યાલયમાં દિવાલ પડવાની દુર્ઘટનાના એક મહિના પછી પણ શાળા બંધ, અભ્યાસ શરૂ કરવા વાલીઓની પાલિકા ખાતે મ્યુ.કમિશનરને રજૂઆત


વડોદરા : શહેરના વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલયમાં એક મહિના અગાઉ સ્લેબનો ભાગ તૂટી પડતા પાંચ વિદ્યાર્થીઓ ઇજાગ્રત થયા હતા. જે ઘટના બાદ જાણવાજોગ નોંધાયેલી ફરિયાદને લઈને શાળા ઈમારતને સીલ કરી દેવામાં આવી હતી. 


એક મહિનો વીત્યો છતાં પણ શાળા ઈમારતને શરૂ નહીં કરાતા નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે. નારાયણ વિદ્યાલયના ચાલુ ક્લાસરૂમમાં એકાએક દિવાલ ધરાશાયી થતાં પાંચ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાના બાદ ઇજાગ્રસ્ત બાળકના પિતા દ્વારા જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ વડોદરા મહાનગરપાલિકાએ શાળા ઇમારતને સીલ મારી દીધું હતું. 


ઇમારત સીલ થઈ જતા શાળા દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે વાલીઓની ફરિયાદ છે કે, ઓનલાઇન શિક્ષણમાં બાળકો ભણતા નથી અને જેના કારણે બાળકોનું ભાવિ જોખમમાં મુકાઈ રહ્યું છે.વાલીઓ શાળા પાસેથી એલસી માંગી રહ્યા છે અને અન્યત્ર શાળામાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા કરવા માંગે છે પરંતુ શાળા સંચાલકો દ્વારા એલસી આપવામાં આવતી નથી. ત્યારે આજે વાલીઓ મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં પહોંચ્યા હતા અને બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે મ્યુ. કમિશનર ને રજૂઆત કરવામાં આવી હતી.

Reporter:

Related Post