News Portal...

Breaking News :

આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કવચને બમણું કરીને રૂ.10 લાખ અને મહિલાઓ માટે રૂ. 15 લાખ કરવાની તૈયારીઓ

2024-08-22 11:26:00
આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કવચને બમણું કરીને રૂ.10 લાખ અને મહિલાઓ માટે રૂ. 15 લાખ કરવાની તૈયારીઓ


નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકાર વિશ્વની સૌથી મોટી આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કવચને બમણું કરીને રૂ. 10 લાખ અને મહિલાઓ માટે રૂ. 15 લાખ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. 


આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવી છે.અહેવાલ અનુસાર ગ્રુપ ઓફ સેક્રેટરીઝ (GoS) એ આ યોજના અંગેનો રિપોર્ટ પણ સબમિટ કરી દીધો છે. તેમને આગામી પાંચ વર્ષ માટે લક્ષ્યાંક અને તેમની સિદ્ધિ માટે સમયરેખા નક્કી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. 


સામાજિક ક્ષેત્ર માટેના GoSમાં આરોગ્ય, આયુષ, રમતગમત, સંસ્કૃતિ અને શિક્ષણ સહિત નવ મંત્રાલયોનો સમાવેશ થાય છે. હવે ટૂંક સમયમાં કેબિનેટ સચિવ સમક્ષ પ્રેઝન્ટેશન આપવામાં આવી શકે છે. આયુષ્માન ભારત યોજના મોદી સરકારની મુખ્ય આરોગ્ય યોજના છે. તે વિશ્વની સૌથી મોટી યોજના પણ કહેવાય છે. હાલમાં તે 12.34 કરોડ પરિવારોને આવરી લે છે. 55 કરોડ લાભાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે. જેમાં પરિવાર દીઠ રૂ. 5 લાખનું વાર્ષિક કવરેજ પૂરું પાડવામાં આવે છે. 30 જૂન સુધી હોસ્પિટલમાં 7.37 કરોડ લોકોએ આ યોજનાનો લાભ લીધો હતો. અત્યાર સુધી 1 લાખ કરોડ રૂપિયા સુધી ખર્ચ પહોંચી ગયો છે.

Reporter: admin

Related Post