15 નવેમ્બરના રોજ ' ધ સાબરમતી રિપોર્ટ ' ફિલ્મ રિલીઝ થઇ હતી. જે રંજન ચંદેલે ડિરેક્ટ કરી હતી.
આ ફિલ્મ સત્ય ઘટના પર બનેલ છે જેનો ટેક્સ ફ્રી થયાં પછી પણ કમાણી ઘણી ઓછી છે. વિક્રાંત મેસીની આ ફિલ્મ માં એકટિંગ દર્શકોએ ખુબ પસંદ કરી છે. ફિલ્મ રિલીઝ થઇ ત્યારથી આજ સુધીનો કલેક્શન આંકડો ખુબ ઓછો છે. આ ફિલ્મમાં રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્નાની એક્ટિંગ પણ ખુબ સારી છે. ફિલ્મ ની સ્ટોરી સત્ય ઘટના પર આધારિત છે જેથી દર્શકો જોવાનું પસંદ કરે છે.
હાલ ફિલ્મને મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને છતીશગઢમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. તેમ છતાં આ ફિલ્મની કમાણી ઓછી થઇ રહી છે. વધુ માહિતી અનુસાર ફિલ્મના સાતમા દિવસે 1.10 કરોડ રૂપિયાનું કલેકશન થયું. સત્યઘટના પર આધારિત આ ફિલ્મ અંદાજિત આંકડા કરતા ખુબ ઓછી કમાણી કરી રહ્યું છે.
Reporter: admin







