વડોદરા: શહેરના ખંડેરાવ માર્કેટ સામે સામે આવેલા વેરાઈ માતાના ચોકમાં મંગળવારે મોડી સાંજે જર્જરીત બિલ્ડિંગની ત્રીજા માળની છત ધરાશાયી થઈ ગઈ હતી.આ સમય દરમિયાન પટેલ પરિવારનો એક પુત્ર ઘરમાં એકલો હતો. મોટો અવાજ આવવાની સાથે જ તે બહાર દોડી જતા તેનો બચાવ થયો હતો.
વડોદરા શહેરમાં જર્જરિત મકાનો, તેનો કેટલોક ભાગ છત, તૂટી પડવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં મંગળવારે સાંજે ખંડેરાવ માર્કેટ નજીક મરીમાતાના ખાંચાની સામે આવેલ વેરાઈ માતાના ચોકમાં ધવલ પટેલનો પરિવાર એક વર્ષો જૂની ઈમારતમાં ત્રીજા માળે રહે છે.હાલ તેમની ધર્મ પત્ની માધવીબેન તેમની પુત્રી અને તેમનો પુત્ર આ ત્રણ સભ્યોનો પરિવાર જેમાંથી માધવીબેન જેમણે દશામાંનું સ્થાપન વ્રત કર્યું હોય માતાજીની આરતી કરી તેઓ માંજલપુર માતાજીના મંદિરે આરતી કરવા માટે ગયા હતા.
જ્યારે પુત્રી અખાડામાં ગઈ હતી અને પુત્ર માનવ એકલો જ ઘરે હતો. આ ઘટના બનતા તરત જ તે ઘરની બહાર દોડી ગયો હતો.ત્યારે માતાજીએ તેમના પરિવારને બચાવ્યો હોય તેવી લાગણી પટેલ પરિવાર અનુભવી રહ્યો છે. સદનસીબે જાનહાની થતા ટળી હતી. જોકે છત તૂટી પડવાના મોટા અવાજથી આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથધરી હતી
Reporter: