દશામાના દસ દિવસ સુધી પૂજન અર્જન બાદ તેઓની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું પરંતુ વડોદરા મહાનગરપાલિકાના મહાપ આપે શ્રદ્ધાળુઓની આ સ્થાને થીસ પહોંચી હતી વડોદરાના હરણી વિસ્તારમાં મૂર્તિના વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા અફરાતફરી જોવા મળી હતી અને મૂર્તિઓનું ગમે તેમ વિસર્જન કરાતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.
10 10 દિવસ સુધી પૂજન અર્ચન અને આસ્થાભેર શીશ ચૂકવ્યા બાદ મા દશામા ની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વડોદરાના શ્રદ્ધાળુઓ દ્વારા આસ્થાભેર માતાજીને વિદાય આપવામાં આવી હતી પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવામાં આવી હતી તેઓ ભક્તોની આસ્થા પણ સમજી શક્યા ન હતા અને મૂર્તિઓના વિસર્જન માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરવામાં આવતા ભારે અફરા તફરી જોવા મળી હતી. હરણી વિસ્તારમાં કૃત્રિમ તળાવ ઊભું કરવામાં આવ્યું ન હતું ટેન્ડર પ્રક્રિયા મોડી થતા આ તળાવ ઉભું થઈ શક્યું ન હતું જેના કારણે કૃત્રિમ તળાવ બની શક્યું ન હતું. અને તેના કારણે વિસર્જન માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મધ્યરાત્રીએ ભક્તોનો રોષ ફાટી નીકળ્યો હતો. જેમને તેમ માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવતા આ મૂર્તિઓની અવદશા જોઈને એમ લાગ્યું હતું કે તેના કરતાં તો પાલિકાએ કોઈ વ્યવસ્થા ન કરી હોત તો ચાલત.
પાલિકાના અધિકારીઓ માત્ર મોટી મોટી વાતો કરે છે અને મોટા ઉપાડે સ્થળ નિરીક્ષણ કરવા પણ જાય છે પરંતુ કેટલી મૂર્તિઓ વિસર્જન માટે આવશે તેનો અંદાજ પણ નથી હોતો અને અંતે તો ભક્તોએ પોતાની આસથા નેવે જ મૂકવી પડે છે.યુવક કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે પાછલા ત્રણ દિવસથી અમારા દ્વારા તંત્રને જગાડવાની કોશિશ કરવામાં આવી રહી છે કારણ કે શહેરમા માં દશામા ની પ્રતિમાઓનું સ્થાપન કરનારો વર્ગ ખૂબ જ મોટો છે અને વિસર્જન કરવા માટે શું વ્યવસ્થિત વ્યવસ્થા થવી જોઈએ જેનાથી ધાર્મિક લાગણી ન દુભાય અને સુવ્યવસ્થિત રીતે માની પ્રતિમાનું વિસર્જન થાય પરંતુ તંત્ર દ્વારા વિસર્જન ની વ્યવસ્થા કરવામાં ન આવતા માં દશામા ની પ્રતિમાઓનું વિસર્જન યોગ્ય રીતે થયેલ ન હતું અને માં દશામા ની પ્રતિમાઓ જેમ તેમ મૂકીને જવાની નોબત ભક્તોને પડી હતી વધુમાં પવન ગુપ્તા એ જણાવ્યુ હતું કે જે રીતે તંત્રમાં દશામા ના વિસર્જનમાં સગવડ કરવામાં નિષ્ફળ રહી છે જો આવનાર 24 થી 48 કલાકમાં આ પ્રતિમાઓનું તંત્ર દ્વારા યોગ્ય રીતે નિકાલ કરી વિસર્જન કરવા વ્યવસ્થા કરવામાં ન આવી તો તેમના દ્વારા આ પ્રતિમાને જાતે કોર્પોરેશનના મા લઈ જ્ય અને વિરોધ નોંધવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી...
Reporter: