News Portal...

Breaking News :

સ્મશાન સુધી પહોંચવાનો માર્ગ અત્યંત દુર્ગમ : મૃતદેહ મૂકેલું ટ્રેક્ટર ફસાયું

2024-10-03 14:55:25
સ્મશાન સુધી પહોંચવાનો માર્ગ અત્યંત દુર્ગમ : મૃતદેહ મૂકેલું ટ્રેક્ટર ફસાયું


ડભોઇ : તાલુકાના કુકડ વસાહત સ્મશાન ને જોડતો કાચો માર્ગ હોય તકલીફ વેઠતા નગરજનો ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અગ્નિસંસ્કાર માટે જતા ડાઘુઓને મોટી આપદા કુકડ વસાહત ખાતે નર્મદા વિસ્થાપિતો કરે છે 


નિવાસગામથી‌‌ અંતરિયાળ અંદાજિત દોઢ કિમી દૂર આવેલા સ્મશાન સુધી પહોંચવા નો માર્ગ અત્યંત દુર્ગમ આજે પણ ગામમાં મૃત્યુ થયું હોય સ્મશાને જતા નગરજનો કાચા માર્ગને કારણે મુશ્કેલીમાં મુકાયા મૃતદેહને ટ્રેક્ટર માં લઈ સ્મશાને જતા નગરજનોનું ટ્રેક્ટર માર્ગ વચ્ચે જ ફસાઈ પડ્યું અન્ય ગામમાંથી બીજું ટ્રેક્ટર મંગાવી મહામુસીબતે મૃતદેહ મૂકેલું ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યું હતું.વારંવાર આ તકલીફથી હેરાન પરેશાન થઈ ઊઠ્યા છે નગરજનો લાગતું વળગતું તંત્ર તેમજ સરકાર આ બાબતે જરૂરી ધ્યાન આપી માર્ગ નું નિર્માણ કરે તેવી માંગ છે.


ડભોઇ તાલુકાના કુકડ ગામ વસાહત માં છેલ્લા 20 વર્ષ ઉપરાંત થી રહેતા વસાહતીઓ માટે મૃત્યુ થાય ત્યારે સ્મશાન ને જોડતો કાચો માર્ગ હોય ચોમાસાની ઋતુમાં અગ્નિસંસ્કાર કરવા માટે તકલીફ વેઠતા ગામ જનો... ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અગ્નિસંસ્કાર માટે જતા સ્મશાન ને મોટી આપદા ગામથી‌‌ અંતરિયાળ અંદાજિત દોઢ કિમી દૂર આવેલા સ્મશાન સુધી પહોંચવા નો માર્ગ અત્યંત દુર્ગમ અને કાચો માર્ગ હોવાને કારણે આજે પણ ગામમાં મૃત્યુ થયું હોય સ્મશાને જતા ગામ જનો કાચા માર્ગને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ સ્મશાને જતા ગામ જનોનું ટ્રેક્ટર કાદવ કિચડ વાલા માર્ગ વચ્ચે જ ફસાઈ પડ્યું અન્ય ગામમાંથી બીજું ટ્રેક્ટર મંગાવી મહામુસીબતે મૃતદેહ મૂકેલું ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યું.વારંવાર આ તકલીફથી હેરાન પરેશાન થઈ ઊઠ્યા છે ગામ જનો લાગતું વળગતું તંત્ર તેમજ સરકાર આ બાબતે જરૂરી ધ્યાન આપી નવીન માર્ગ નું નિર્માણ  જરૂરી છે.

Reporter: admin

Related Post