પાવાગઢ : આજે વિક્રમ સંવત 2080 ને આસો સુદ એકમ સાથે જ શારદીય નવરાત્રી નો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાતના શક્તિપીઠોમાંના એક યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી માંઇભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું.
આજે પ્રથમ નોરતે વહેલી સવારે 4 કલાકે નિજ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા કરવામાં આવ્યા હતા અને મંગળા આરતીમાં લાખોની સંખ્યામાં માંઇભક્તો ઉમટ્યા હતા. પાવાગઢ યાત્રાધામ ખાતે ભક્તોના ઘસારાને લઇને માચીથી ખાનગી વાહનો ઉપર લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રધ્ધાળુઓ માટે પચાસ થી વધુ એસ.ટી.બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
Reporter: admin