સાવલી હાલોલ રોડ પર આવેલ ગ્રીન પ્લાય નામની કંપનીનો ગામ લોકોએ કર્યો ઘેરાવો
ગ્રીન પ્લાય નામની કંપની દૂષિત પાણી છોડતા હોવાનો ગામ લોકોનો આક્ષેપ કંપનીનું દૂષિત પાણી સીમ વિસ્તારમાં છોડાતા ખેતીને ભારે નુકસાન.કંપનીનું દૂષિત પાણી પીવાથી ભાડોલ ગામના અનેક પશુઓના મોત ગામના લોકોએ જીપીસીબીના અધિકારીઓને બોલાવી ન્યાયની કરી માંગ.જીપીસીબીના અધિકારીઓ કંપની પર આવી વેસ્ટ કેમિકલના સેમ્પલ લઇ પૃથક્કરણ માટે મોકલી આપ્યા.
આ કંપની દ્વારા જાહેર માર્ગ પર લાકડાનો વેસ્ટ પણ ઠાલવવામાં આવી રહ્યો છે.જીપીસીબી દ્વારા કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગામના લોકોની આંદોલન કરવાની ધમકી મળી આવી હતી. કંપની દ્વારા ગેરકાયદેસર રીતે જાહેર માર્ગ પર ટ્રકો પાર્કિંગ કરાતા અસંખ્ય અકસ્માતો થયા છે.કંપની દ્વારા ગ્રામ પંચાયતની જગ્યામાં પણ ગે.કા દબાણ કરાયાનો ગ્રામજનો આક્ષેપ.ખેડૂતોના ખેતરમાં જતી પાણીની કેનાલ પણ કંપની દ્વારા બંધ કરી દેવામાં આવી..જો દબાણ નહીં હટાવાય તો ગ્રામજનો દ્વારા કંપની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરશે તેવો આક્ષેપ..
Reporter: admin