News Portal...

Breaking News :

સૌથી સમૃદ્ધ શહેર ન્યૂયોર્ક આજ-કાલ ઉંદરોથી ત્રાસી ગયું છે!!

2025-08-12 10:42:43
સૌથી સમૃદ્ધ શહેર ન્યૂયોર્ક આજ-કાલ ઉંદરોથી ત્રાસી ગયું છે!!


ન્યૂયોર્ક: વિશ્વનું સૌથી સમૃદ્ધ શહેર ન્યૂયોર્ક આજ-કાલ ઉંદરોથી ત્રાસી ગયું છે. શહેરની ગલીઓમાં, સબ-વેમાં, ફૂટપાથ પર સડકના કિનારે જુવો ત્યાં ઉંદર જોવા મળે છે. 


ઉંદરો એટલા વધી ગયા છે કે, લોકો પોતાના બાળકોને ફૂટપાથ પર ચાલવા દેતા નથી. નગર-નિગમે હવે ઉંદરો વિરૂદ્ધ ઝુંબેશ ઉઠાવી છે. તે ઉંદરો જ્યાં ભરાયા હોય ત્યાં શ્વાસ રૃંધાય તેવો ગેસ છોડે છે તે હાઈટેક-મેપિંગ-ટૂલ દ્વારા ઉંદરો ક્યાં છુપાયા છે તે શોધે છે. અને તેમને શોધી શોધી ખતમ કરવાના માર્ગો અપનાવે છે.નગર-નિગમે લોકોને કચરો બહાર ફેંકવા ના પાડતાં કહ્યું છે કે તેમાં પણ ખાવાપીવાની ચીજો હોય છે. જેની ઉપર ઉંદર જીવે છે.


 ન્યૂયોર્ક સીટીના આરોગ્ય વિભાગનાં અધિકારી કેરોલિન બેગડને જણાવ્યું હતું કે કચરો બહાર ન ફેંકવાથી ઉંદરોને ખાવા-પીવાનું નહીં મળે. તેથી તેમને ખોરાક માટે પણ દૂર જવું પડશે. પૂરતું પોષણ ન મળવાથી તેમની પ્રજનન શક્તિ પણ ઘટી રહેશે. તેથી ઉંદરોની વસ્તી ઘટતી જવા સંભવ છે. આ ૮૫ લાખની વસ્તીવાળા શહેરમાં ખાધ પદાર્થોનો કચરો પણ ઘણો હોય છે. માટે ખાધ પદાર્થોનો કચરો તમારે ડ્રેઈનમાં જ નાંખી દેવો.

Reporter: admin

Related Post