News Portal...

Breaking News :

ટ્રમ્એ મજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરી

2025-08-12 10:39:58
ટ્રમ્એ મજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરી


વોશિંગટન : પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરની માંગણીને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પૂરી કરી છે. 


અમેરિકાના વિદેશ વિભાગે બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તેની પેટા-સંસ્થા 'મજીદ બ્રિગેડ'ને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) તરીકે જાહેર કરી છે. આ નિર્ણય પાકિસ્તાની આર્મી ચીફની વિનંતી સાથે સીધો સંબંધ ધરાવે છે, જેમણે બલુચ વિદ્રોહીઓ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કડક કાર્યવાહીની માંગ કરી હતી.આ જાહેરાત બાદ BLA ને વૈશ્વિક સ્તરે મળતા ભંડોળ અને હથિયારો પર સીધી અસર પડશે. અમેરિકી કાયદા હેઠળ, હવે કોઈપણ વ્યક્તિ કે સંગઠન BLA ને આર્થિક કે તકનીકી મદદ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. 


આનાથી BLA નું નેટવર્ક નબળું પડશે. આ નિર્ણયથી આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમર્થન મળશે, જેનાથી તેની સુરક્ષા સંબંધિત દલીલો મજબૂત થશે. આ જાહેરાતથી બલુચ વિદ્રોહી ગતિવિધિઓ પર માનસિક અસર થશે. સંગઠનના સમર્થકો માટે હવે વિદેશમાં ખુલ્લેઆમ ભંડોળ એકત્ર કરવું કે લોબિંગ કરવું મુશ્કેલ બનશે. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે તેનાથી BLA દબાણમાં આવીને હુમલાઓ વધુ તીવ્ર બનાવી શકે છે.

Reporter: admin

Related Post