અમદાવાદ : મહેસૂલ વિભાગ હસ્તકની રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતીની ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે, ત્યારે ફોર્મ ભરવામાં બાકી અથવા હજુ પણ અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો આવતીકાલ ગુરુવાર 12 જૂનસુધી અરજી કરી શકશે અને 13 જૂનની રાત્રે 11:59 સુધી પરીક્ષા ફી ભરવાની રહેશે. જેમાં રેવન્યુ તલાટીની ભરતી 2025 માટે ઉમેદવારો Ojasની સત્તાવાર વેબસાઈટની ojas.gujarat.gov.in આ લીંક પરથી અરજી કરી શકશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની 2389 જેટલી જગ્યાઓ માટે ભરતીને લઈને 23 મે, 2025ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.
રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતીના 26 મેથી ફોર્મ ભરાવવાના શરૂ થયા હતા. જેની અંતિમ તારીખ 10 જૂન હતી. જ્યારે હવે GSSSB મંડળ દ્વારા ફોર્મ ભરવાના બે દિવસ વધારીને છેલ્લી તારીખ 12 જૂન કરવામાં આવી છે, જેમાં રાત્રે 11:59 સુધીમાં ફોર્મ ભરી શકાશે.
Reporter: admin







