ભારત સરકારની આરડીએસએસ સ્કીમ અંતર્ગત જાન્યુઆરી માસથી સ્માર્ટ મીટર લગાડવાનું શરૂ કર્યું!
વડોદરા : સ્માર્ટ વિજ મીટરનો મુદ્દો દિવસેને દિવસે આગ પકડી રહ્યો છે. રોજે રોજ અલગ અલગ વિજ કચેરીમાં લોકોનો મોરચો પહોંચી રહ્યો છે. અને મોટાભાગના કિસ્સાઓમાં સ્માર્ટ વિજ મીટરની જગ્યાએ જૂના મીટરની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે હવે વિજ કંપની એમજીવીસીએલના એમડી તેજસ પરમાર સામે આવ્યા છે. અને તેમણે મોટાભાગના લોકોના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે.
એમજીવીસીએલ કંપનીના એમડી તેજસ પરમાર IAS એ જણાવ્યું હતું કે, સ્માર્ટ વિજ મીટર એમજીવીસીએલના કાર્યક્ષેત્રમાં ભારત સરકારની આરડીએસએસ સ્કીમ અંતર્ગત જાન્યુઆરી માસથી સ્માર્ટ મીટર લગાડવાનું શરૂ કર્યું છે. તે સામાન્ય મીટર પ્રકાર જેવા જ છે.
અત્યાર સુધી કર્મચારી સ્થળ પર જઇને રીડીંગ લેતા હતા. આમાં દર અડધા કલાકે રીડીંગ જોઇ શકીએ છીએ. અત્યાર સુધી 27 હજારથી વધુ સ્માર્ટ મીટર 12 સબ ડિવીઝનમાં લગાડી ચુક્યા છીએ. ગાઇડલાઇન પ્રમાણે અને નોટીફીકેશન પ્રમામે, તમામ રહેણાંક ગ્રાહકો માટે સ્માર્ટ મીટર લગાડવાના છે. આગામી બે વર્ષમાં તમામને આવરી લેવાના પ્રયાસો છે. ટેન્ડર મારફતે એજન્સી પસંદગી કરવાની કંપની હોય છે. આ કામમાં કોઇ જોર જબરદસ્તી કરવામાં આવતી નથી. કોઇ પેનલ્ટીનો ગાઇડલાઇનમાં જોગવાઇ નથી. તબક્કાવાર રીતે રહેણાંક ગ્રાહકોને સ્માર્ટ મીટરમાં સમાવવાના છે. 33 લાખ મીટર લગાડવાના છે.
તેમણે જણાવ્યું હતું કે, મેક્સીમમ તમે ગમે તેટલું રીચાર્જ કરાવી શકો છે, જો બેલેન્સ ઝીરો થાય તે પહેલા તમને મેસેજ મળી જશે. ઝીરોથી નીચે - 300 થાય પછી જો રીચાર્જ નહિ કરવામાં આવ્યું હોય તો તેને બંધ કરવામાં આવશે. આ પણ રાત્રીના સમયે અને રજાના દિવસે નહી કરવામાં આવે. મીનીમમ 0 થી વધુ બેલેન્સ હોવું જોઇએ.
રેસીડેન્શીયલ અને કોમર્શિયલ બંનેમાં સરખી જ પ્રક્રિયા છે. રીચાર્જ કરવા માટે મીનીમમ રૂ. 100 કરાવી શકો છો. ગ્રાહક પાસે પુરેપુરી સ્વતંત્રતા આપવામાં આવી છે. સિક્યોરીટી ડિપોઝીટ અગાઉ અમે લેતા હતા. તે ગ્રાહકને પરત આપવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, જે નવા વિજ કનેક્શન અમે આપીએ છીએ.
ગ્રાહકો એ સોલાર પેનલ લગાવી હોય તેવા કિસ્સામાં તેમના ખાતામાં ક્રેડિટ પડ્યા હોય છે. સોલારની ગણતરીના બે ઇનપુટ નાંખવામાં હોય છે, તેની ગણતરી પ્રક્રિયા હાલ ચાલી રહી છે. સ્માર્ટ મીટર લગાડવા પાછળનું કારણ છે કે, અમારી પાસે રીયલ ટાઇમ ડેટા આવે છે. ઘણી વખત એમ જોવા મળે કે, ગ્રાહકે અમને ઓછો લોડ લખાવ્યો હોય, તેની સામે વપરાશ વધારે હોય છે. આ કિસ્સામાં ટ્રાન્સફોર્મર પર ભારણ વધી જાય છે. આવા કિસ્સામાં અમારે પ્લાનીંગ કરવામાં મદદરૂપ થશે. તેના આધારે ટ્રાન્સફોર્મરમાં સુધારા-વધારા કરી શકાશે.
ગરમીમાં વિજ માંગમાં વધારો થાય છે, આ સમયે આપણી 24 કલાક ટીમ કામ કરે છે. ભવિષ્યના પ્લાનીંગ કરીને પ્લાન્ટ શટડાઉન સહિતના નિર્ણયો લઇ શકાશે. આ ખુબ જ સારો પ્રોજેક્ટ છે. આમાં ગ્રાહકો અને કંપની બંનેને ફાયદો થશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, એક ગ્રાહક તરીકે મારી વાત કરું તો મારે ત્યાં પહેલા દિવસથી જ સ્માર્ટ વિજ મીટર લગાડવામાં આવ્યું છે. પહેલા તેને લઇને હું એટલો જાગૃત ન્હતો. બે મહિના પછી બીલ આવતું હતું. એક બે પંખા વધારાના ચાલતા હતા, તે હવે બંધ કરી દઉં છું. ઉનાળો હોવાના કારણે ગરમી વધી છે, ગરમીના સમયમાં આપણી વિજની ખપત 24,500 મેગાવોટ સુધી પહોંચી ગયું હતું. જે લોકોની ફરિયાદ વધુ બીલની છે તેમાં તેમનો વપરાશ વધ્યો હોઇ શકે. આ વાત સામે અમે 5 ટકા કિસ્સાઓમાં સ્ટેક મીટર લગાડવાના છીએ. આમાં બે મીટરનું રીડીંગ લેવામાં આવશે, આ પ્રકારના અસંતોષ અમે દૂર કરી શકીશું. અમે ટીમને સુચના આપી છે કે, સરળ ભાષામાં માહિતી પહોંચે તેવા પ્રયાસો છે. અમે ગ્રાહકોની સમસ્યા દુર કરવા માટે તત્પર છીએ.
તેમણે વધુમાં ઉમેર્યું કે, આજની તારીખે 27 હજાર મીટર લાગ્યા છે. 15 હજાર મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ થઇ ચુકી છે. 16 હજારથી વધુ કનેક્શન એવા છે, જેમાં ક્યારે ડિસ્કનેક્શન નથી કરવું પડ્યું. 9 હજારથી વધુ કેસોમાં ડિસ્કનેક્શન થઇ ગયું છે. આજની તારીખે 18 હજારથી વધુ એકાઉન્ટમાં પોઝીટીવ બેલેન્સ છે. છેલ્લા બે મહિનાથી આ કામગીરી ચાલી રહી છે. ચૂંટણી અને રજાના દિવસોમાં અમે ડિસ્કનેક્શન કર્યું નથી. એકસાથે ડિસ્કનેક્શન થવાના કારણે આ સ્થિતી સર્જાઇ હોઇ શકે છે. સૌથી પહેલું મીટર મેં મારે ત્યાં લગાવ્યું છે. અમે તમામ પ્રકારની મદદ કરવા માટે તૈયાર છીએ. સ્માર્ટ મીટર પારદર્શી સિસ્ટમ છે. પહેલા બે મહિને અલગ અલગ પ્રકારના ચાર્જીસ સાથેની વિગતો જોવા મળતી હતી. હવે તમને રોજેરોજ આ માહિતી મળી જાય છે.
Reporter: News Plus