મુંબઈઃ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે રાજ્યમાં કેન્દ્રીય પ્રધાનોની અવરજવર વધી છે ત્યારે આજે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરીને સૌને ચોંકાવ્યા હતા.
રેલવે પ્રધાનની અચાનક લોકલ ટ્રેનની મુસાફરીને કારણે રેલવેના અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા.મધ્ય રેલવેની લોકલ ટ્રેનમાં રેલવે પ્રધાને નોન-પીક અવરમાં ટ્રાવેલ કર્યું હતું. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સ્લો લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરીને રેલવેના ઉચ્ચ અધિકારીઓની સાથે રેલવેના પેન્ડિંગ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી. મુંબઈ સબર્બન રેલવેના મહત્ત્વના પેન્ડિંગ પ્રોજેક્ટને ઝડપથી પૂરા કરવાનો અનુરોધ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે મુંબઈની લોકલ ટ્રેન અને મહત્ત્વના પ્રોજેક્ટને ઝડપથી પૂરા કરવાની ચર્ચા કરવામાં આવી હતી.
અંબરનાથ સ્લો લોકલ પકડીને મુંબઈના 12 મહત્ત્વના પ્રોજેક્ટને પૂરા કરવાની સાથે વધુ લોકલ ટ્રેનની સર્વિસ દોડાવવામાં આવશે. રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ, લોકલ ટ્રેનની ફ્રિકવન્સી સાથે સિગ્નલિંગ સિસ્ટમ સુધારવામાં આવશે, એમ મધ્ય રેલવેએ જણાવ્યું હતું.રેલવે પ્રધાને લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાની સાથે રેલવેના કર્મચારીઓ અને કેન્ટિનના કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.રેલવે પ્રધાને વડા પાઉં ખાવાની સાથે રેલવેના ઈન્ફ્રાસ્ટ્રાક્ચરમાં જરુરી સુધારા માટે પણ લોકો સાથે વાતચીત કરી હતી.
Reporter: admin