News Portal...

Breaking News :

અટલાદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ટ્રાન્સઝેન્ડર ને લાફો મારતા વિવાદ કર્યો હતો અને પોલીસ ભવન ખાતે જઈને સસ્પેન્ડ કરવાની માંગ કરી

2024-06-19 18:05:03
અટલાદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ટ્રાન્સઝેન્ડર ને લાફો મારતા વિવાદ કર્યો હતો અને પોલીસ ભવન ખાતે જઈને સસ્પેન્ડ કરવાની માંગ કરી


અટલાદરા વિસ્તારમાં ગત રોજ ટ્રાન્સઝેન્ડરને પીએસઆએ લાફો મારતા વિવાદ વકરતા જેને લઈને બુધવાર ના રોજ ટ્રાન્સઝેન્ડરો પોલીસ ભવન ભેગા મળીને PSIને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી.


શહેરના અટલાદરા પોલીસ મથકના પીએસઆઈએ ટ્રાન્સજેન્ડરને નજીવી બાબતે લાફો મારી દેતા હોબાળો મચ્યો હતો. પીએસઆઈએ ટ્રાન્સજેન્ડરને ગંદી ગાળો ભાંડીને અપમાનીત કર્યા હોવાની લેખીત ફરિયાદ અટલાદરા પોલીસ મથકમાં આપવામાં આવી હતી.  ટ્રાન્સજેન્ડરની ફરિયાદને હજી એફઆઈઆરમાં કનવર્ટ કરવામાં પોલીસ વિભાગ અખાડા કરી રહ્યુ છે. આ બનાવને પગલે શહેરના ટ્રાન્જેન્ડર કોમ્યુનિટિમાં ભારે રોષ ફેલાયો હતો મુજમહુડા વિસ્તારમાં રહેતા એક ટ્રાન્સજેન્ડરે અટલાદરા પોલીસ મથકમાં અરજી કરી હતી કે, બપોરે હું મારા ઘરે હતી. તે સમયે લક્ષ્ય ટ્રસ્ટમાંથી એક વ્યક્તિનો મને ફોન આવ્યો હતો અને એણે મને જણાવ્યુ હતુ કે, અમારો બિલ્ડર અમને હેરાન કરે છે એટલે મારી મદદ માટે અટલાદરા પોલીસ મથકે પહોંચો. 


આ વાત સાંભળીને હું અને મારી સાથેના બીજી બે ટ્રાન્સજેન્ડરો એક જ એક્ટિવા પર સવાર થઈને તાબડતોબ અટલાદરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યારબાદ આજે ટ્રાન્સજેન્ડરો પોલીસ ભવન ભેગા થઈ ગયા હતા અને પીએસઆઇ સામે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને પીએસઆઇ ને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી સાથે પોલીસ કમિશનને રજૂઆત કરવામાં આવી હતી. જોકે રક્ષક બને તારે આમ નાગરિકનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે.

Reporter: News Plus

Related Post