લગ્નના 19 વર્ષ પછી અને બે બાળકોના જન્મ બાદ રિતિક અને સુઝેન ખાને અલગ થવાનો નિર્ણય કર્યો હતો.
છૂટાછેડા પછી, હૃતિક અભિનેત્રી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે, જ્યારે અભિનેતા ઋત્વિક ની પ્રથમ પત્ની સુઝાન અભિનેતા અને મોડલ અરસલાન ગોનીને ડેટ કરી રહી છે. અર્સલાન અને સુઝાન ઘણા વર્ષોથી સાથે છે. તાજેતરમાં તેમણે ઈદ નિમિત્તે એક વીડિયો શેર કર્યો છે ત્યારબાદ તેમના લગ્નની ખબરોએ જોર પકડ્યું છે.સુઝેન ખાને પોસ્ટ કરેલા વીડિયોમાં અભિનેતા અલી ગોની, જસ્મીન ભસીન અને ગોની પરિવારના અન્ય સભ્યો પણ જોવા મળે છે. સુઝેને એક વીડિયો પોસ્ટ કર્યો છે અને કેપ્શનમાં બધાને ઈદની શુભેચ્છા પાઠવી છે.
સુઝેન દ્વારા પોસ્ટ કરવામાં આવેલો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.નેટીઝન્સ પણ સુઝેનના વીડિયો પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. વિડિયો પર ટિપ્પણી કરતાં, એક નેટીઝને કહ્યું, ‘હવે લગ્ન કરી લો…’, અન્ય નેટીઝને કહ્યું, ‘આ જોડી કેટલી સારી લાગે છે.’ સુઝાન ખાનના આ વીડિયોની હાલમાં દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.
Reporter: News Plus