કોમન યુનિવર્સીટી એક્ટ મુજબ એમ.એસ.યુનીના વી.સીએ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને એક સરખા ગણીને એડમીશન પ્રક્રિયા હાથ ધરી છે.
ત્યારે આજે વિદ્યાર્થીઓ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ અપાયો હતો યુનિવર્સીટી મુખ્ય કચેરી ખાતે ધરના યોજાયા હતા. પોલીસે દેખાવકાર વિદ્યાર્થી આગેવાનોની ટીગાટોળી કરી અટકાયત કરી હતી.એમ.એસ.યુ.માં એડમીશન પ્રક્રિયા ચાલી પરંતુ ગયા વર્ષોથી રાજય સરકાર દ્વારા કોમન એક્ટ, એટલે કે ગુજરાત પબ્લિક યુનીવર્સીટી બીલ પસાર કરાયું હતું. જેથી વડોદરાના 80 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને એડમીશન આપવાનો નિયમ આપોઆપ દૂર થઈ ગયો હતો. આ બિલ વડોદરા શહેર જીલ્લાના ધારાસભ્યોએ સંમતિ આપી હતી. નવા એક્ટ મુજબ મ.સ.યુનિ.ના વી.સીએ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને એક સરખા ગણીને એડમીશન પ્રક્રિયા હાથ ધરી છે. જેથી સ્થાનિક વિદ્યાર્થીઓને એડમીશન નહિ મળતા વાઈસ ચાન્સેલર જવાબદાર નથી
પરંતુ તત્કાલીન શહેર-જિલ્લાના ધારાસભ્યો જવાબદાર હોવાના આક્ષેપ પણ એડવોકેટ શૈલેષ અમીને કર્યા છે.આ એક્ટથી મ.સ.યુનિ.ની સ્વાયત્તતા આપોઆપ ખતમ થઈ ગઈ હોવાનું પણ શૈલેષ અમીને જણાવ્યું છે. એમ.એસ.યુની.ના વી.સી એડમિશન મુદ્દે જવાબદાર નહીં હોવાની સ્પષ્ટતા કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વી.સીને પ્રવેશ મુદ્દે જવાબદાર ગણાવનારા બોલનારા, કોમન એક્ટ લાગતા ઘેર બેસી ગયેલા કેટલાક પૂર્વ સીન્ડીકેટ સભ્યો અને તેમના અનુયાયીઓને દુખે છે પેટ અને કૂટે છે માથુંના મુદ્દે હવે આંદોલન ચલાવી રહ્યા હોવાના પણ તેમણે આક્ષેપો કર્યા હતા. ખરેખર જો સ્થાનિક વિધાર્થીઓને કોમર્સમાં એડમીશન મળે એવું પૂર્વ સીન્ડીકેટ સભ્યો અને પૂર્વ વિધાર્થી નેતાઓ ઈચ્છતા હોય તો વડોદરા શહેર અને જીલ્લાના આંગળી ઊંચી કરી કોમન એક્ટ પસાર કરાવનાર ધારાસભ્યોને ઘેર મોરચો માંડવો જોઈએ.
Reporter: News Plus