વડોદરા: આમતો શહેરમાં પાલિકાની ભરતી આવે તો કેટલાય શહેરોના લોકો નોકરી માટે આવતા હોય છે. અને બનતા પ્રયાસો કરતા હોય છે કે તેમને નોકરી મળે.
આજરોજ વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વર્ગના ૨ અને ૩ની જગ્યા માટે સીધી ભરતી, આંતરીક ભરતી, તથા બઢતીથી ૧૩૦ જેટલી જગ્યાના ઉમેદવારોને નિમણુક પત્ર આપવાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.વડોદરા શહેર મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વિવિધ સંવર્ગમા વર્ગ ૨ અને ૩ની વિવિધ જગ્યા માટેની સીધી ભરતી, આંતરીક ભરતી, તથા બઢતીથી ૧૩૦ જેટલી જગ્યાના ઉમેદવારોને નિમણુક પત્ર આપવાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો.આજના આ કર્યક્રમમાં વડોદરાના મેયર પિન્કી સોની, ડે.મેયર ચિરાગ બારોટ,સ્થાયી સમિતિ અધ્યક્ષ, ડો.શીતલ મિસ્ત્રી, નેતા મનોજપટેલ, દંડક શૈલેશ પાટિલની ઉપસ્થિતિમા સ્થાયી સમિતિ રૂમ ખાતે નિમણુક પત્ર આપવામાં આવ્યા.પાલીકાના વર્ગ-૨ મા કુલ ૫ ઉમેદવારોને નિમણુક આપવામા આવેલ છે
જેમા ૪ વોર્ડ ઓફિસરઓ તથા ૧ ઇલેક્શન ઓફિસરની નિમણુક આપે છે. તથા વર્ગ3મા વિવિધ ટેકનિકલ અને નોન-ટેકનીકલ મળી કુલ ૧૧૯ જગો સીધી ભરતીથી તથા ૬ કર્મચારીઓને બઢતી આપી ૧૨૫ કર્મચારીઓની ભરતી કરવામાં આવી જેમાં મુખ્યત્વે રેવન્યુ ઓફિસરની ૬, સોફટવેર પ્રોગ્રામરની-૧, સબ સેનેટરી ઇંસ્પેક્ટરની કુલ ૧૦, મલ્ટી પર્પઝ વર્કરની ૬૮ મળી પલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોની ૩૪ જગ્યાઓની સીધી ભરતીથી નિમણુક આપવામાં આવી તથા વડોદરા મહનગરપાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા કુલ ૬ સૈનિક કર્મચારીઓને સર સૈનિકની જગો ઉપર બઢતીથી નિમણુક આપવામાં આવી.અત્રે ઉલ્લેખની છે કે, નિમણૂક પત્ર આપવામાં આવનાર કર્મચારીઓ સમયસર વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા પણ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિન્કી સોની તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી, સમયસર ન આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.
Reporter: