ફતેગંજ કમાટીપુરામાં પીવાના ગંદા પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત...

નેતાઓને હવે અમે અમારા વિસ્તારમાં ઘુસવા નહી દઇએ:સ્થાનિક
ફતેગંજ વિસ્તાર સ્થિત કમાટીપુરામાં છેલ્લા એક મહિનાથી દુષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત થઇ ગયા છે. ફતેગંજ કમાટીપુરા વિસ્તારમાં પારાવાર ગંદકી. પણ સફાઇ કરાતી નથી. આ બંને સમસ્યા બાબતે સ્થાનિકોની વારંવાર રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રીય રહ્યું છે અને કોર્પોરેટર્સ પર પણ આક્ષેપ કરીને સત્વરે સમસ્યાનું નિરાકરણ કરવા માંગ કરી છે. વડોદરા કોર્પોરેશન લોકો પાસે દર વર્ષે કરોડોનો ટેક્સ ઉઘરાવે છે અને પ્રાથમિક સુવિઓ આપતી નથી તેવી અસંખ્ય ફરિયાદો વિવિવિસ્તારોમાંથી આવતી રહે છે. ખરાબ રસ્તા, ગંદુ પાણી, ગટર ઉભરાવી સહિત ઘણી સમસ્યાઓ છે પણ કોર્પોરેશનના અધિકારીઓ ધ્યાન આપતા નથી. હવે તો કોર્પોરેટરો એવું કહેતા થઇ ગયા છે કે અમને જેમણે મત આપ્યા છે તેમનું જ કામ કરીશું. આવો કિસ્સો ફતેગંજ કમાટીપુરા વિસ્તારનો છે જ્યાં બે ત્રણ વર્ષથી ગંદા પાણીની અને સફાઇની સમસ્યા છે પણ કોર્પોરેટર અને અધિકારીઓ ધ્યાન આપતા નથી તેવો રોપ સ્થાનિક લોકોએ લગાવ્યો છે. સ્થાનિક મહિલાએ આરોપ લગાવતા કહ્યું કે કમાટીપુરામાં ગંદુ પીવાનું પાણી આવી રહ્યું છે. પણ સમસ્યા હલ કરતા નથી. અમે અરજીઓ આપીને થાકી ગયા. કોઇ નેતાને હવે અમે અમારા વિસ્તારમાં ઘુસવા નહી દઇએ. આ ત્રણ વર્ષથી સમસ્યા છે. હવે કમાટીપુરાની આ સમસ્યાનો હલ નહી થાય તો અમે વોટ આપીશું નહી.

કોર્પોરેટર કશું ધ્યાન આપતા નથી...
કોંગ્રેસ કાર્યકરે કહ્યું કે ફતેગંજ કમાટીપુરામાં ગંદુ પાણી આવે છે. મહિલાઓએ વિનંતી કરી એટલે મે બે વાર કમિશનરને પત્ર લખ્યા છે. કોર્પોરેટરોને પણ કહ્યું પણ કોર્પોરેટર કહે છે કે આ વિસ્તારમાંથી મત મળતા નથી. વિસ્તારમાં ગંદુ પાણી પી ના શકાય એવું આવે છે. કોર્પોરેટર કશું ધ્યાન આપતા નથી. તમારે તો માત્ર ફોન જ કરવાનો છે. છતાં તેઓ ફોન કરતા નથી. આ વિસ્તારમાં રોડ રસ્તા ગટર, સફાઇ કોઇ જાતની કાર્યવાહી કરાતી નથી,. પરમ દિવસે અમે કમિશનરને આ મુદ્દે આવેદનપત્ર આપીશું
Reporter: admin