News Portal...

Breaking News :

પેટ્રોલ પંપ વિવાદમાં ખોટા આરોપો લગાવાયા હોવાનું જણાવી યજ્ઞેશ શાસ્ત્રી સામે ચિરાગ બારોટ અને ભૃગેશ પટેલની બદનક્ષીની ફરિયાદ.

2025-06-30 09:57:16
પેટ્રોલ પંપ વિવાદમાં ખોટા આરોપો લગાવાયા હોવાનું જણાવી યજ્ઞેશ શાસ્ત્રી સામે ચિરાગ બારોટ અને ભૃગેશ પટેલની બદનક્ષીની ફરિયાદ.


અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી



યજ્ઞેશ શાસ્ત્રીએ ઘણા નેતાઓ, વેપારીઓ, જમીન માલિકો, રીયલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલ હોય તેવાની સામે પાયાવિહોણી, રાજકારણ પ્રેરીત મિડીયાનાં માધ્યમથી આક્ષેપો-ફરિયાદ કરેલ હોઈ આવનારા દિવસોમાં બીજી પણ બદનક્ષીની ફરિયાદો થાય તો નવાઈ નહી..
પેટ્રોલ પંપ વિવાદ ઉભો કરનારા યજ્ઞેશ શાસ્ત્રી સામે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે અકોટા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ મુજબ 356ની માનહાનિની ફરિયાદ આપી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ડેપ્યુટી મેયર તરીકેનો હાલ હોદ્દો ધરાવે છે અને બિલ્ડીંગ મટિરીયલ સપ્લાયર તરીકે કામકાજ કરી ગુજરાન ચલાવે છે. આરોપી યજ્ઞેશને અમે પહેલી વાર મળ્યા ત્યારે તેણે પોતાની ઓળખાણ ભાજપ કાર્યકર તરીકે આપી હતી અને અમને તેમના પેટ્રોલ પંપો અને રેસ્ટોરન્ટો આવેલી છે તે ધંધા સાથે સંકળાયેલા છે તેમ કહ્યું હતું. ત્યારબાદ અમારી વચ્ચે મિત્રતાતાનાં સંબંધ થતાં ફરિયાદીના મિત્ર ભૃગેશ પટેલને મળીને આરોપીએ તેમને અને ભૃગેશ પટેલને જણાવેલ કે આરોપીને પેટ્રોલિયમ કંપનીઓમાં મોટી ઓળખાણો છે અને પેટ્રોલ પંપ લઇ આવીએ અને ભાગીદારીમાં ધંધો કરીશું જેથી તેમણે અને ભૃગેશ પટેલે આરોપી પર વિશ્વાસ રાખી જે તે સમયે પેટ્રોલ પંપના ધંધા બાબતે સમજૂતી કરાર કરેલો હતો પણ બાદમાં જે તે સમયે આરોપી સાથે પેટ્રોલ પંપના વ્યવસાયમાં અરસ પરસ મનમેળ ના થતાં સમજૂતી કરાર રદ કર્યો હતો. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી ફોન આવતા તેમને જાણ થઇ હતી કે તેમની સામે આરોપીએ ગૃહ મંત્રીને અરજી કરી હતી. જેમાં આરોપીએ તેમના પેટ્રોલપંપો અમે પડાવી લઇ તેમને તથા તેમના કુટુંબને જાનથી મારી નાખવાની ધમકી આપી આખા કુટુંબ પર અત્યાચાર કરી આત્મહત્યા કરવા પ્રેરીત કરી વડોદરા છોડવાની ધમકી આપવાની લેખીત ફરિયાદ કરેલાની જાણ થઇ હતી. ફરિયાદમાં તેણે આરોપ લગાવ્યો હતો કે ફરિયાદી ચિરાગ બારોટ ભાજપના નામથી બેનામી રુપિયા ઉઘરાવીએ છીએ તેમજ વ્યાપક ભ્રષ્ટાચાર કરીએ છીએ અને તેના દ્વારા મિલકતો વસાવેલી છે. તથા ચિરાગ બારોટના 7થી 8 કરોડનો વહિવટ ભૃગેશ પટેલ રાખે છે. અને 7 કરોડ ભૃગેશ પટેલના ઘરે પડેલા છે તેવા ખોટા અને પાયાવિહોણા આરોપ લગાવેલા છે. આરોપી યજ્ઞેશ શાસ્ત્રી ફરિયાદી ચિરાગ બારોટ ઉપર સમાચાર માધ્યમ અને સોશિયલ મીડિયા દ્વારા તે ગુનાહીત પ્રવૃત્તી સાથે જોડાયેલા હોવાનું જણાવી પેટ્રોલ પંપો પડાવી લેવા માંગતા હોવાના અને ધાકધમકી આપી હોવાનું અને આત્મહત્યા કરવા મજબૂર થવું પડે તે હદ સુધી અત્યાચાર કરતા હોય તેવો પ્રચાર અને પ્રસાર લેખીત તથા મૌખીક રીતે કરી રહેલા હતા અને કરે છે. આરોપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ફરિયાદી ચિરાગ બારોટ ઉપર ખોટા અને પાયાવિહોણા આરોપ કરેલા હતા. ચિરાગ બારોટે અરજીમાં કહ્યું છે કે હું સન્માનિય નાગરીક છું અને કોર્પોરેશનમાં ડે.મેયરના હોદ્દા પર છું તથા શહેર તથા સમાજમાં રહેણાંક અને ધંધાકીય ક્ષેત્રમાં તથા રાજકીય વર્તુળમાં પ્રતિશ્ઠીચ સન્માનિય વ્યક્તિ તરીકેની વિશ્વસનિયતા મેળવેલી છે. 



પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા આરોપીએ અમારા વિરુદ્ધ ગૃહ મંત્રીને કરેલી અરજી સંદર્ભે તેમાં જણાવેલ પાયાવિહોણી અને ખોટી હકિકતોને આરોપીએ તમામ અખબારો, ન્યુઝ મિડીયાના સમાચાર અને સોશિયલ મીડિયામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી સમાચાર પ્રસિદ્ધ કરાવેલા અને તેનાથી ફરિયાદી ચિરાગ બારોટની પ્રતિષ્ઠા ખોટી રીતે ખરડાઇ છે જેથી તેમનું માન સન્માન પ્રતિષ્ઠા અને વિશ્વસનિયતા હતી તેને ભારે આંચ આવી છે અને ફરિયાદી ચિરાગ બારોટની બદનક્ષી કરવાનું કૃત્ય તેણે ચાલુ રાખ્યું છે. જેથી આરોપીએ ગુનાહીત કૃત્ય કરવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે. અને આ મામલે આરોપી સામે એફઆઇઆર કરવા અરજ- વિનંતી કરી છે.

ભૃગેશ પટેલે પણ બદનક્ષીની ફરિયાદ કરી...
આ મામલે યજ્ઞેશ શાસ્ત્રીએ જેમની ઉપર પેટ્રોલ પંપ વિવાદમાં આરોપ લગાવેલા હતા તે ડે.મેયર ચિરાગ બારોટના મિત્ર ભૃગેશ પટેલેને પણ યજ્ઞેશ શાસ્ત્રી સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવા માટે ગોત્રી પોલીસમાં ફરિયાદ કરી હતી જેમાં તેમણે જણાવ્યું છે તેમણે પેટ્રોલ પંપનો સમજૂતી કરાર રદ્ કરેલો છે છતાં યજ્ઞેશ શાસ્ત્રીએ તેમની સામે ખોટા અને પાયા વિહોણા આરોપ લગાવેલા છે. હું સન્માનિય નાગરીક છું. શહેર તથા સમાજમાં રહેણાંક અને ધંધાકીય ક્ષેત્રમાં પ્રતિષ્ઠા સન્માનિય વ્યકતિ તરીકેની વિશ્વસનિયતા મેળવેલી છે.અમારી પ્રતિષ્ઠા ખરડાવવા આરોપીએ ગૃહ મંત્રીને પાયાવિહોણી અને ખોટી હકીકતોની અરજી કરી છે. આરોપીએ તમામ અખબારો, ન્યુઝ મિડીયાના સમાચાર અને સોશિયલ મીડિયામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી સમાચાર પ્રસિદ્ધ કરાવેલા અને તેનાથી ફરિયાદીની પ્રતિષ્ઠા ખોટી રીતે ખરડાઇ છે જેથી તેમનું માન સન્માન પ્રતિષ્ઠા અને વિશ્વસનિયતા હતી તેને ભારે આંચ આવી છે. અને ફરિયાદીની બદનક્ષી કરવાનું કૃત્ય તેણે ચાલુ રાખ્યું છે. જેથી આરોપીએ ગુનાહીત કૃત્ય કરવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે.

Reporter: admin

Related Post