News Portal...

Breaking News :

પોલીસે રાજ્યના તમામ અસામાજિક તત્ત્વોની શાન ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું

2025-03-20 17:29:33
પોલીસે રાજ્યના તમામ અસામાજિક તત્ત્વોની શાન ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું


અમદાવાદ:  વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોની દાદાગીરી બાદ તંત્ર અને સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. 


હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા તલવારો અને છરી વડે સામાન્ય નાગરિકોને હેરાન કરી આતંક મચાવનારા દ્રશ્યો સામે આવ્યા હતાં. ત્યારબાદ જાણે પોલીસ સફાળી જાગી છે અને અને રાજ્યના તમામ અસામાજિક તત્ત્વોની શાન ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું છે. રાજ્યની પોલીસે 100 કલાકની અંદર તમામ અસામાજિક તત્ત્વોની શોધી કાઢવાનું નક્કી કર્યું હતું. જ્યારે પોલીસે રાજ્યભરમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુલ 7612 શખ્સોની યાદી તૈયારી રાજ્યભરમાં જુદી જુદી જગ્યાએ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી છે. 


અમદાવાદ, ભાવનગર, જામનગરના સહિતના અનેક શહેરમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યાં છે.અમદાવાદમાં બુલડોઝર કાર્યવાહીઅમદાવાદના સરખેજ, સરદારનગર,  જીમખાના, દરિયાપુર વિસ્તારોમાં પોલીસ તંત્ર અને કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા આવા 15 બુટલેગરોની ગેરકાયદે મિલકત અને બાંધકામ અંગેની યાદી જાહેર કરી છે અને તેના પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. જેને પગલે આજે અમદાવાદના સરખેજમાં લિસ્ટેડ બુટલેગર બાબુ રાઠોડનું ગેરકાયદે બાંધકામ તોડી પાવામાં આવ્યું છે. આ ડિમોલિશન પોલીસની હાજરીમાં કરાયું હતું. નોંધનીય છે કે, બાબુ રાઠોડ સામે ડ્રગ્સ, મારામારી સહિત 23 ગુનાઓ નોંધાયા છે.

Reporter: admin

Related Post