News Portal...

Breaking News :

સુરત મનપા 2024-25ના બજેટમાં 950 કરોડની આવકના મૂળ ટાર્ગેટ સામે રિવાઇઝ બજેટમાં 1100 કરોડની આવકનો અંદાજ

2025-03-20 17:27:02
સુરત મનપા 2024-25ના બજેટમાં 950 કરોડની આવકના મૂળ ટાર્ગેટ સામે રિવાઇઝ બજેટમાં 1100 કરોડની આવકનો અંદાજ


સુરત  :મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને શહેરી વિકાસ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ દુર થતા પાલિકાની પેઈડ એફ.એસ.આઈ.ની આવક સતત વધી રહી છે. 2024-25ના બજેટમાં 950 કરોડની આવકના મૂળ ટાર્ગેટ સામે રિવાઇઝ બજેટમાં 1100 કરોડની આવકનો અંદાજ રજૂ કરાયો છે. જેની સામે હાલમાં 1035 કરોડની આવક થઈ ગઈ છે. આ અંગે સ્થાયી સમિતિની બેઠકમાં વિભાગની કામગીરી તાળીઓથી વધાવવામાં આવી હતી. 




સુરત : પાલિકાના બજેટની ચર્ચા દરમિયાન સુરત પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. તેમા જણાવવામાં આવ્યું હતું કે, ટાઉન પ્લાનિંગ અને સેન્ટ્રલ ટીડીઓ વિભાગનો હવાલો એક જ અધિકારીને સોંપવાના મનપા કમિ.ના નિર્ણયને પગલે બંને ચાવીરૂપ વિભાગો વચ્ચે સંકલનના અભાવે પ્રશ્ન દૂર થયો છે. જેની સીધી અસર પાલિકાના વિકાસ અને પેઈડ એફ.એસ.આઈ. પર જોવા મળી રહી છે.

Reporter: admin

Related Post