વડોદરા : ફતેગંજ વિસ્તારમાં થર્ટી ફસ્ટના રોજ વર્ષ ૨૦૨૫ને આવકારવા લોકો મોડીરાત્રે ઉમટી પડ્યા હતા. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

બીજી તરફ - શહેર પો.કમિશનર પણ લોકો વચ્ચે પહોંચ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પો.કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, અહીંયા એક માહોલ જોવા મળ્યો છે એમના મનમાં એક સુરક્ષાની ભાવના છે અને ભવિષ્ય માટે એક સુંદર સપનાનું જે ચિત્ર પણ દેખાય છે. હું માનું છું કે આજે નવા વર્ષના સ્વાગત માટે દરેક શહેરવાસીના મનમાં કદાચ અપેક્ષા છે, વિશ્વાસ છે કે આવતા વર્ષે તેમના માટે સુખ સમૃદ્ધિ અને સફળતા લાવશે.

તો પોલીસ કમિશનર તરીકે સમગ્ર વિભાગ તરફથી દરેક નાગરિકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને દરેકને એમના સપના સાકાર થાય, નવા વર્ષ એમના માટે સુખ સમૃદ્ધિ લાવે તેવી આશા રાખું છું. સાથે સાથે નાગરિકોનો સાથ સહકાર બની રહે જેથી કરીને પોલીસ વિભાગ શહેરીજનોના સુરક્ષા અને સલામતી માટે સફળતાપૂર્ણ સેવા પૂરી પાડી શકે. આજે નવા વર્ષે ફતેગંજ સહિતના ચર્ચમાં સવારના સમયે વિશેષ પ્રાર્થના યોજાઈ હતી. ખ્રિસ્તી સમાજના લોકો બહોળી સંસ્થામાં ઉમટી પડ્યા હતા. હાજર તમામ લોકોએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.





Reporter: admin







