વડોદરા:આજવા સરોવરથી આવતી ૯૦૦ મીમી ડાયાની એચએસ ફીડર લાઈન રાવલ ગામ પાસે ડાયવર્ઝન કરવામાં જીએસટી વિના રૂ. ૪૮.૫૨ લાખ જેટલો ખર્ચ થયો છે.
પાલિકા હસ્તક આજવા સયાજી સરોવરથી નિમેટા ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી કુલ ત્રણ ફીડર પાઇપ લાઇન આવે છે જે પૈકી અંદાજે ૭૦ વર્ષ જૂની ૯૦૦ મીમી ડાયાની એચએસ પાઇપ લાઇન રવાલ હાઇવે ક્રોસિંગના આર એન્ડ બી વિભાગ રોડના બોક્સ ક્લવર્ટ નીચેથી પસાર થાય છે. આ પાઇપ ૭૦ વર્ષ જૂની હોવાથી કુદરતી નાળામાં રહેવાના કારણે તેનું કોટિંગ ક્ષતિગ્રસ્ત તથા પાઈપ કટાઈ જવાની સ્થિતીમાં છે.તેમજ પાણી લીકેજ થતું હોઇ જેથી નાળાની બહાર નવિ પાઈપ લાઈન નાખવી પડે તેમ છે. જેથી કામગીરીની અગત્યતા જોતા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કોન્ટ્રાકટર મે. એ.કે. મેક ઇન્ફાનું અંદાજીત રકમથી ૫૧.૬૦ ટકા વધુનું ટેન્ડર આવ્યું હતું. પરંતુ આ સ્થળે સતત પાણીમાં લાઇન જર્જરીત થયેલ હોવાથી નવી જગ્યાએ તેમજ નિલકંઠ રીસોર્ટ સામે લકિજ થયું હોવાથી ભાવપત્રક મંજૂરીની રાહ ન જોતાં કોન્ટ્રાક્ટરે ટેન્ડરમાં ભરેલ ભાવ મુજબ આ કામગીરીથી પાણીનો વ્યય થતો અટક્યો છે.
આ કામગીરી અંગે કોન્ટ્રાક્ટર મે. એ.કે. મેક ઇન્ફાને દ્વારા ભરેલ ભાવ અંગે તત્કાલીન કમિશ્નર દ્વારા આપેલ સૂચના મુજબ ઇજારદાર દ્વારા અંદાજીત રકમ થી ૩૦ ટકા વધુ મુજબ કામગીરી કરવા સંમતિ મેળવી કામગીરી કરાવી છે. જેમાં ઘટાડો કરવાનું જણાવતા ઘટાડો કરી અંદાજીત રકમથી ૨૮ ટકા વધુ મુજબ રૂ.૪૮,૫૧,૯૧૩ નું હેઠળ મંજૂર કરાયું છે. જેથી આ કામ અંગે કુલ રૂ.૪૮,૫૧,૯૧૩નો ખર્ચ થયેલ છે. આમ આજવા સરોવરથી આવતી ૯૦૦ મી.મી ડાયાની ફીડર લાઈન રવાલ ગામ પાસે ડાયવર્ઝન કરવા અંગે ક્લમ ૬૭(૩) સી હેઠળના કામે ઇજારદાર મે. એ.કે. મેક ઇન્ફા પાસેથી કરાવેલ કામે થયેલ ખર્ચ રૂ.૪૮,૫૧,૯૧૩ મંજુર કરવા સ્થાયિ સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરાઈ છે.
Reporter: admin