પોલીસ ને મળેલી માહિતી આધારે ન્યુ વી.આઇ.પી. રોડ રેવડીયા મહાદેવ મંદિર પાસે ભરવાડવાસ ખાતે જઇ તપાસ કરી માહિતી મુજબના કપડા પહેરેલ એક ઇસમને શકમંદ હાલતમાં શોધી કાઢેલ સદર ઇસમ નામે હસમુખભાઇ ગમીરભાઇ ઉર્ફે ગંભીરભાઇ નાયક ઉ.વ. ૪૨ રહે. ગામ ડેસર આમલી ફળીયા પો.મોતીપુરા તા.હાલોલ જી.પંચમહાલ હાલ રહે. ન્યુ વી.આઇ.પી.રોડ ભરવાડ વાસમા વડોદરાની પુછપરછ દરમ્યાન તેમજ સદર ઇસમ અંગેની ખાત્રી તપાસ દરમ્યાન આ ઇસમ સને ૨૦૦૪ મા એટલે કે વીસ વર્ષ અગાઉ
વડોદરા શહેરના સીટી અને ફતેગંજ પોલીસ સ્ટેશનમા મિલ્કત સબંધી ઘરફોડ ચોરી સહિતના કુલ ત્રણ ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું અને આ ત્રણેય ગુનાના કામે નાસતો ફરતો હોવાનું જણાતા જેથી આ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે સીટી અને ફતેગંજ પો.સ્ટે.ને જાણ કરી આગળની તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ પકડાયેલ આરોપી હસમુખ નાયકની પ્રાથમીક પુછપરછ દરમ્યાન આ ઇસમ અગાઉ ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ અને ત્યારબાદ સને ૨૦૦૪માં ત્રણ ચોરીઓના ગુનાઓમાં આરોપીનુ નામ ખુલતા આરોપી કચ્છ, સૌરાષ્ટ્ર તરફ નાસી ગયેલ ત્યારબાદ હાલ વડોદરા ખાતે હોવાની માહિતી મળતા શોધી કાઢેલ છે.
Reporter: