બોડેલી હાલોલ રોડ પર નજીકના કકરોલીયા ગામ પાસે બે બાઇક સામ સામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક બાઇક ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું જ્યારે બીજા બાઇક ચાલાક ને ઈજા પહોંચતા બોડેલી દવાખાને લઈ જવામાં આવ્યો હતો જેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
એક બાઈક પાછળ બેસેલા કિશોરીને પણ ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર માટે વડોદરા લઇ જવાઈ હતી. બોડેલી થી હાલોલ રોડ પર આવેલ કકરોલીયા અને ખાંડીવાવ ગામ વચ્ચે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ ની સામે બે બાઇક નો સામ સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇક અલ્હાદપુરા ગામના સરપંચ રમેશભાઈ બારીયાનો પુત્ર આશિષ ચલાવતો હતો તેનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે સામે આવતું બાઇક જૂની બોડેલી ના યુવક સુનિલ પ્રતાપભાઈ બારીયા ચલાવતો હતો તેની સાથે સામેના બાઈક ચાલક ની પિતરાઈ નાની બહેન ને પણ ગંભીર ઇજાઓ થઈ હોય બંને ઈજાગ્રસ્તોને 108 દ્વારા બોડેલી હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન સુનિલ બારીયા નામના યુવક નું પણ કરુણ મોત નીપજ્યું હતું અને બાઇક સવાર કિશોરી ને ગંભીર ઈજા થતાં તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કરાઈ હતી. થયેલા ગમખ્વાર અકસ્માત ને કારણે સ્થળ પર લોક ટોળા એકત્ર થયા હતા જ્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી રોડ પર જામ થઈ ગયેલા ટ્રાફિકને ચાલુ કરાવ્યો હતો.
Reporter: News Plus