વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં કોર્પોરેશનના એક્ઝિક્યુટીવ ઇજનેર કૌશિક પરમારે ગુજરાત હાઇકોર્ટમાં કવૉશિંગ એફ.આઈ.આર અરજી કરી હતી પણ હાઇકોર્ટે આ અરજી ડિસમિસ કરી દીધી છે.

વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આરોપી કૌશિક શાંતિલાલ પરમાર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર વર્ગ-૨, વડોદરા મહાનગર સેવા સદન વડોદરા . નાઓ વિરુધ્ધ રૂ.૧,૫૦,૦૦૦ રુપિયાની લાંચની માંગણી નો ગુનો નોંધાયો હતો. આ ગુનાના કામે કૌશિક પરમારે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં CRMA 11545/2025 થી કવૉશિંગ પિટિશન (એફ.આઈ.આર રદ) અરજી દાખલ કરી હતી.
આજરોજ અરજીની સુનાવણી જસ્ટિસ નિર્જર દેસાઈ સાહેબ ની હાઇકોર્ટમાં ચાલી હતી જેમાં ગુજરાત હાઇકોર્ટના સરકારી વકીલની ધારદાર દલીલ તથા પ્રાઈમરી તપાસ દરમ્યાન એકત્રિત થયેલ પુરાવાઓ આધારે હાઇકોર્ટે આરોપીની ક્વોશિંગ અરજી નામંજૂર કરી ક્વોશિંગ અરજી ડિસમિસ કરી હતી.
Reporter: admin