News Portal...

Breaking News :

વડોદરા ઈસ્કોન મંદિરમાં જગન્નાથજી ભગવાનની લીલાઓ કંડારવાનો અને રથના સમારકામની શરૂઆત

2025-05-29 14:34:40
વડોદરા ઈસ્કોન મંદિરમાં જગન્નાથજી ભગવાનની લીલાઓ કંડારવાનો અને રથના સમારકામની શરૂઆત


વડોદરા:  અષાઢી બીજ ને 27 જૂને ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે, પ્લાસ્ટિકના મોલ્ડિંગથી લીલા કંડારાઈ હતી.



ઈસ્કોનમાં રથયાત્રાની તૈયારી શરૂ, સભાગૃહમાં ભગવાનની લીલા ફરીવાર કંડારાશે, સમારકામ માટે રથને બહાર કઢાયો છે.
શહેરમાં હરિનગર પાંચ રસ્તા સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા અષાઢ સુદ બીજે ભવ્ય રથયાત્રા કઢાય છે. જેની તૈયારીના ભાગરૂપે મંદિરમાં ભગવાનની લીલાઓ કંડારવાનો અને રથના સમારકામની શરૂઆત કરાઈ છે.‌ ઇસ્કોન મંદિર વડોદરાના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, રથમાં રહેલા દરેક પાર્ટ્સ ચેક કરવામાં આવશે. જ્યારે મિસ્ત્રી અને ટેક્નિશિયન દ્વારા જે વસ્તુ બદલવાની હશે તે બદલી નખાશે. 2 દિવસમાં આ તૈયારી શરૂ કરાશે, જેથી રથ મંદિર પરિસરમાં બહાર કાઢવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 27 જૂને અષાઢ સુદ બીજના રોજ રથયાત્રા નીકળશે. 


સાથે મંદિરના સભામાં માંગલની ફરી વખત કંડારવામાં આવનાર છે. પ્લાસ્ટિકના મોલ્ડિંગથી તૈયાર થતી આ લીલાઓ 1998માં કંડારવામાં આવી હતી. જેને આ વર્ષે ફરી વખત કંડારવાનું શરૂ કરવામાં આવશે. 11 જૂને ભગવાનના જલાભિષેક બાદ કપાટ બંધ કરાશે આગામી 11 જૂનના રોજ જલાભિષેક બાદ જ્યેષ્ઠ પૂર્ણિમાથી ભગવાનના દ્વાર બંધ કરવામાં આવશે. જે રથયાત્રાના દિવસે ખૂલશે. ધાર્મિક પ્રણાલી મુજબ જલાભિષેક બાદ ભગવાનનું સ્વાસ્થ્ય કથળતું હોવાથી દર્શન બંધ રહેતા હોય છે. રથયાત્રા પર્વે રૂા.5 લાખનાં ફૂલ વિદેશથી લાવી ખાસ શણગાર કરાશે રથયાત્રા માટે અંદાજે રૂપિયા 5 લાખની કિંમતનાં ફૂલ વિદેશથી લાવવામાં આવે છે. જ્યારે ભગવાનને ખાસ શણગાર આ દિવસે કરવામાં આવતો હોય છે. રાધાકૃષ્ણ ભગવાન અને જગન્નાથ મહારાજના રોજિંદા શણગાર માટે અનેક ભક્તો મંદિરમાં જ પુષ્પમાળા તૈયાર કરતા હોય છે. જોકે આ દિવસ માટે ખાસ વિદેશથી ફૂલો મગાવવામાં આવે છે.

Reporter: admin

Related Post