News Portal...

Breaking News :

સર્વરમાં ટેક્નિકલ ખામીથી રેશનકાર્ડમાં E- KYC માટે લાબી કતારો

2025-05-29 14:27:35
સર્વરમાં ટેક્નિકલ ખામીથી રેશનકાર્ડમાં E- KYC માટે લાબી કતારો


વડોદરા : શહેર જિલ્લાના હજારો નાગરિકોને રેશનકાર્ડ E -KYC માટે લાબી કતારમાં ઊભા રહેવાની નોબત આવી છે. લાંબી લાઈનમાં રહ્યા બાદ પણ સર્વરમાં ટેક્નિકલ ખામીને કારણે લાભાર્થીને ધકો પડે છે.ત્યારે હવે લોકો વહિવટી તંત્રની આ પ્રકારની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.




વડોદરા શહેર જિલ્લામાં આવેલ સસ્તા અનાજ ની દુકાનોમાં લાભાર્થીઓના રેશનકાર્ડમાં E-KYC કરાવવું ફરજિયાત હોવાથી લાભાર્થીઓ છેલ્લા કેટલાય દિવસોથી E- KYC માટે લાબી કતારોમાં ઊભા રહેવાની નોબત આવી છે. અહીં ઉલ્લેખનીય છે ઈ કેવાયસી કર્યા વગરના લાભાર્થીઓને અનાજ આપવામાં નહીં આવે એ પ્રકારની સૂચના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. અલબત સરકારની આ સૂચના એટલા માટે આવશ્યક છે કે E-KYC કરવાની કામગીરીમાં ભૂતિયા અને બોગસ રેશનકાર્ડ ધારકોની ઓળખ છતી થઈ જશે અને જે જરૂરિયાતમંદ અને સાચો લાભાર્થી છે તેને તેના હક્કનું અનાજ મળી રહે. 



પરતું આ નિયમ જાહેર કર્યા બાદ સરકારી કામગીરી માટેનું સર્વર વારંવાર ઠપ્પ થવાને કારણે લાભાર્થીઓની આ કામગીરી થઈ શકતી નથી અને તેઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.વહીવટી તંત્રને દKYC માટેની કામગીરી દરમિયાન સર્વર સ્લો હોવાની ઘટના અંગેની માહિતી હોવા છતાં તેઓ આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી નથી કરતા. જેના કારણે KYC માટે આવતા નાગરિકોની પરેશાની વધી છે.આ નાગરિકોને કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહેવુ પડે છે.ખાસ કરીને KYC માટે આવતા વૃદ્ધોની દયનીય સ્થિતિ બની છે.આ ઉપરાંત કુબેર ભવન ખાતે ચાલી રહેલ કેવાયસી ની કામગીરી એવી ઇમારત હેઠળ કરવામાં આવી રહી છે  જે ઈમારત ભયજનક છે. જો જર્જરિત ઈમારતમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે તેવા સવાલો પણ અહીં ઊભા થાય છે. અલબત્ત આ તમામ બાબતો વચ્ચે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા એ કેવાયસી ની કામગીરી લક્ષાંક મુજબ થઈ રહી હોવાના દાવા કરવામાં આવ્યા છે. એ કેવાયસી ની કામગીરી ફરજિયાત કરવાની થતી હોય પુરવઠા વિભાગ દ્વારા હવે દુકાનદારોને પણ કેવાયસી ની કામગીરી કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. 

Reporter: admin

Related Post