News Portal...

Breaking News :

દેશી અંદાજમાં ઢોલ નગારા સાથે વરઘોડાએ આખા વોલ સ્ટ્રીટમાં ધૂમ મચાવી

2025-05-29 13:40:07
દેશી અંદાજમાં ઢોલ નગારા સાથે વરઘોડાએ આખા વોલ સ્ટ્રીટમાં ધૂમ મચાવી


ન્યૂયોર્ક, અમેરિકાઃ ભારતના લોકો ગમે ત્યા રહે પરંતુ ભારતીય સંસ્કૃતિ ની સંભાળ ચોક્કસ રાખતા હોય છે. લગ્ન જેવા પ્રસંગને ભારતીઓ ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે. 


અમેરિકામાં પણ દેશી અંદાજમાં ઢોલ નગારા સાથે જાન લઈને જતા વરરાજાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દેશી ઠામમાઠ સાથે નીકળેલા વરઘોડા એ આખા વોલ સ્ટ્રીટમાં ધૂમ મચાવી હતી. આ મજેદાર ભારતીય લગ્નની ઝલક દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ પણ કરી રહ્યાં છે.



દેશી અંદાજમાં ઢોલ નગારા સાથે ન્યૂ યોર્કમાં નીકળી ભારતીયની જાન
આ વીડિયોમાં ભારતીય સંસ્કૃતિના દર્શન થઈ રહ્યા હોવાનું લોકો સોશિયલ મીડિયામાં કહી રહ્યાં છે. આ વીડિયોની વાત કરવામાં આવે તો, અમેરિકામાં પણ ભારતીયો આપણા રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરતા હોય છે. આ વાયરલ વીડિયોમાં પરંપરાગત પોશાક પહેરેલા સેંકડો લોકોનું એક મોટું જૂથ વોલ સ્ટ્રીટ (Wall Street, New York) પર ડીજેના તાલ પર નાચતા અને ગાતા જોવા મળે છે. દરેક વ્યક્તિ મસ્તીમાં ડૂબેલા જોવા મળે છે. એટલું જ નહીં પરંતુ બારાતીઓની ભીડને કારણે આખું વોલ સ્ટ્રીટ બંધ કરી દેવામાં આવ્યું છે. વીડિયો ખૂબ જ શેર થઈ રહ્યો છે.આ વીડિયો ન્યૂ યોર્કનો હોવાનું જાણવા મળ્યું છે. ન્યૂ યોર્કના પ્રતિસ્થિત રસ્તા પર ભારતીય લોકોએ લગ્નનો વરઘોડો કાઢ્યો હતો. આ વરઘોડામાં લોકો મન મુકીને નાચતા જોવા મળી રહ્યાં છે. ભારતીય પોશાક પહેરેલા ઘણા લોકો ડીજેના તાલ પર નાચતા અને મજા કરતા જોવા મળે છે. ભારતમાં પણ આવી રીતે જ લગ્ન કરવામાં આવતા હોય છે. મૂળ વાત એ છે કે, આપણાં લોકો ભલે વિશ્વના કોઈ પણ દેશમાં રહેતા હોય પરંતુ જ્યારે લગ્નની વાત આવે ત્યારે દેશી ઠાઠમાઠ સાથે કરવાનું વિચારે છે.

Reporter: admin

Related Post