વડોદરા ગેસ કંપની લિમિટેડ દ્વારા સાવલી નગરની જનતા ને ગેસ લાઇન દ્વારા રાધણ ગેસ પૂરો પાડવામાં આવશે.
ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા આજરોજ સાવલી ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર ના અધ્યક્ષ સ્થાન વ્હાઇટ હાઉસ ની બાજુમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા આજે સાવલી નગરની જનતાને હવે પછી રાધન ગેસના બોટલથી છુટકારો મળશે અને ગેસ લાઇન દ્વારા ખાદ્ય ગેસ પૂરો પાડવામાં આવશે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ધારાસભ્ય કેતન ઉનામદાર દ્વારા શાસ્ત્રોત વિધિ દ્વારા ગેસ લાઇનનું ખાતમુર્હુત કરવામાં આવ્યું. પ્રસંગોપાત સાવલીનગરપાલિકાના પદાધિકારીઓ નગરપાલિકા પ્રમુખ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.
કેતન ઇનામદાર દ્વારા ખાતમુર્હુત ના પ્રસંગે સાવલી નગરપાલિકાના સત્તાધીશો અને સદસ્યોને મીઠો ટકોર કરતા સાવલી નગરની જનતાના દરેક પ્રશ્નને કોઈપણ સ્વાર્થ વગર સચોટ અને નિષ્પક્ષ રીતે પૂરા પાડી અને તેમની તકલીફોને તાત્કાલિક ધોરણે નિવેડો લાવવા નું ફરમાન કર્યું નહીં તો આવનાર સમયમાં પાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે તમારી સાથે હું ઉભો નહીં રહું.કેતન ઇનામદાર વધુમાં જણાવ્યું કે સાવલી નગરમાં દરેક પ્રાથમિક સુવિધા ના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવો. સાવલી નગરપાલિકાના કોર્પોરેટરો તથા વિપક્ષના કોર્પોરેટરો સાથે મળીને સાવલી નગરના વિકાસ માટે કામો કરો
Reporter: admin