News Portal...

Breaking News :

પત્નીનું ગળું દબાવી હત્યા કરી ભાગી ગયેલા પતિને સમા પોલીસે ઝડપી પાડ્યો

2024-12-16 13:00:45
પત્નીનું ગળું દબાવી હત્યા કરી ભાગી ગયેલા પતિને સમા પોલીસે ઝડપી પાડ્યો


વડોદરા : આડા સંબંધની શંકા રાખી પત્નીનું ગળું દબાવી હત્યા કરી ભાગી ગયેલા  પતિને સમા  પોલીસે ઝડપી પાડી વધુ તપાસ  હાથ ધરી છે. 


સમા ડિફેન્સ કોલોનીમાં રહેતા 72 વર્ષના શ્રીધર ઐથાભાઇ પુજારી સમા સરસ્વતી એપાર્ટમેન્ટ નીચે આવેલી મોહિત ફેબ્રિકેશનની દુકાનમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. સમા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી પુત્રી પૂર્ણીમાના ત્રણ વર્ષ પહેલા મંજીતસીંગ ધિલ્લોન સાથે લવ કમ એરેન્જ લગ્ન થયા હતા. અમારા જમાઇ ટ્રક ડ્રાઇવિંગ કરે છે અને અમારી સાથે રહે છે.  મારી દીકરી પૂર્ણીમા ગેંડા સર્કલ પાસે રવિ એનર્જી નામની કંપનીમાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે ત્રણ વર્ષથી નોકરી કરે છે. 


ગત તા. 11મી એ પૂર્ણીમા રાતે આઠ વાગ્યે ઘરે આવી હતી. હાથ પગ મોઢું ધોઇ માતાજીના દીવા બત્તી કરી પોતાના રૂમમાં ઊંઘવા માટે ગઇ હતી. હું મારા રૂમમાં સૂતો હતો. રાતે એક વાગ્યે મારા જમાઇ મંજીતસીંગ આવ્યા હતા અને દરવાજો ખખડાવતા હું જાગી ગયો હતો. મેં જાગીને દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ મંજીતસીંગ પૂર્ણીમાના રૂમમાં સૂવા માટે ગયા હતા. બીજા દિવસે સવારે સાત વાગ્યે હું જાગીને ચા બનાવી આઠ વાગ્યે નોકરી પર જતો રહ્યો હતો. બપોરે એક વાગ્યે હું જમવા માટે ઘરે આવ્યો ત્યારે જમવાનું બન્યું નહતું. જેથી, હું પૂર્ણીમાના રૂમમાં તપાસ કરવા ગયો તો પૂર્ણીમા બેડ પર સૂતી હતી. મારા જમાઇ ઘરમાં નહતા. મેં તેના માથા પર હાથ લગાડી ઉઠાડવાની કોશિશ કરી હતી. પરંતુ, તે ઉઠી નહતી. મેં મારા જમાઇને ફોન કરતા લાગ્યો નહતો. અમારા પાડોશીઓ દોડી આવ્યા હતા.

Reporter: admin

Related Post