વણેલા ગાંઠિયા માટેની સામગ્રીમાં એક બાઉલ ચણાનો લોટ, મીઠુ સ્વાદ અનુસાર, તેલ જરૂર પ્રમાણે, અડધી ચમચી અજમો, અડધી ચમચી મરી પાવડર, ચપટી સોડા જરૂરી છે.
ચણાના લોટમાં અજમો, મીઠુ અને મરી પાવડર ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ તેમાં તેલ, સોડા અને પાણી ઉમેરી બરોબર મિક્સ કરવું.આ મિક્સરને ફીણ થાય અને કોઈ ગાંઠ ન પડે ત્યાં સુધી ફેટવું અને કઠણ લોટ બાંધવો.
ત્યારબાદ તેનો લુઓ કરી હાથથી દબાવી વણેલા ગાંઠિયા કે ફાફડા બનાવા. તેલ ગરમ કરી વણેલા ગાંઠિયા તળી ઉતારી લેવા. આ વણેલા ગાંઠિયા ખુબ પોચા બને છે તેને મરચા સાથે ખાવા ટેસ્ટી લાગે છે.
Reporter: admin