દિલ્હી : ભારત-પાકિસ્તાનની એશિયા કપ ફાઈનલ મેચમાં ભારતે 5 વિકેટે જીત હાંસલ કરી હતી. ભારતની આ જીતથી પાકિસ્તાન અકળાયું છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફથી માંડી પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ બળાપો કાઢ્યો છે. પાકિસ્તાની કેપ્ટને પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરવાની જાહેરાત કરી નિર્લજ્જતાની હદ વટાવી છે.પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ક્રિકેટની સંસ્કૃતિ અને ભાવનાને નષ્ટ કરી વડાપ્રધાન મોદીએ શાંતિ અને સમાધાનની સંભાવનાઓ ખતમ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાની કેપ્ટનની આ નિર્લજ્જતાથી ભારત સહિત વિશ્વભરમાં ટીકાઓ થઈ રહી છે.
મેચમાં હાર બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન સલમાન અલી આગાએ પાકિસ્તાન આતંકવાદ સમર્થક હોવાનો વધુ એક પુરાવો આપ્યો છે. તેણે જાહેરાત કરી હતી કે, આખી પાકિસ્તાની ટીમ પોતાની મેચ ફી ભારતના હુમલામાં માર્યા ગયેલા નાગરિકો માટે દાન કરશે. ઉલ્લેખનીય છે, ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન 7 મેના રોજ પાકિસ્તાન પર થયેલા હુમલામાં નાગરિકોના મોત થયા ન હતા. પણ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ, તેમનો વડો મસૂદ અઝહરના પરિવારજનો અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ ત્રણ દિવસ ભારતે પાકિસ્તાનના એરબેઝ પર હુમલો કર્યો હતો. જેમાં સેનાના જવાન અને અધિકારીઓ માર્યા ગયા હતાં. જેથી સલમાન આગાએ જે સામાન્ય નાગરિકો માટે દાન કરવાની જાહેરાત કરી છે, તે વાસ્તવમાં જૈશ અને લશ્કરના આતંકીઓ અને મસૂદ અઝહરના પરિવારજનો છે.
Reporter: admin







