News Portal...

Breaking News :

હારેલા પાકિસ્તાની કેપ્ટનની શરમજનક હરકત: ચેક ફેંક્યો

2025-09-29 13:10:18
હારેલા પાકિસ્તાની કેપ્ટનની શરમજનક હરકત: ચેક ફેંક્યો


દુબઈ: એશિયા કપની ફાઈનલમાં કારમા પરાજય બાદ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ભારત પર 'ક્રિકેટનો અનાદર' કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે, શું મેચ પછીની પ્રેઝન્ટેશન દરમિયાન સલમાન અલી આગાએ જે કર્યું તે યોગ્ય હતું? 



ચેક મળ્યો તો ફેંકી દીધો? 
ભારત-પાકિસ્તાન એશિયા કપ 2025ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાના હાથે કારમી હારનો સામનો કર્યા પછી જ્યારે સલમાન આગાને રનર-અપ ચેક આપવામાં આવ્યો ત્યારે તેણે તે બધાની સામે ફેંકી દીધો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. સલમાન આગા બધાની સામે ચેક ફેંક્યા પછી હસતો પણ જોવા મળે છે. 



મેચ બાદ પ્રેઝેન્ટેશન સેરેમનીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા  
નોંધનીય છે કે મેચ પછીની પ્રેઝન્ટેશનમાં પણ ભારે હોબાળો થયો હતો. ભારતે ACC પ્રમુખ અને પાકિસ્તાની નેતા મોહસીન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ક્રિકેટ ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે. જેના બાદ લગભગ બે કલાક સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો અને અંતે નકવી ટ્રોફી અને ટીમ ઈન્ડિયાના મેડલ લઈને હોટેલ રૂમ રવાના થઈ ગયા હતા જેના બાદ બીસીસીઆઈએ મજબૂત પ્રતિક્રિયા આપી હતી.  ચાર ચોપડી ભણેલા 80 વર્ષના દાદા કડકડાટ બોલે છે 10,000 સુધીના ઘડિયા | Gujarat Samacharચાર ચોપડી ભણેલા 80 વર્ષના દાદા કડકડાટ બોલે છે 10,000 સુધીના ઘડિયા | Gujarat Samachar

શું બોલ્યો પાકિસ્તાની કેપ્ટન? 
પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ કહ્યું કે, 'આ ટુર્નામેન્ટમાં જે થયું મને લાગે છે કે તે અત્યંત નિરાશાજનક છે. જો તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે એમને લાગે છે કે હાથ મિલાવી તે અમારું અપમાન કરી રહ્યા છે પણ અસલમાં તે ક્રિકેટનું અપમાન કરી રહ્યા છે અને જે કોઈ ક્રિકેટનું અપમાન કરે છે મને લાગે છે કે તે પાછું આવે છે અને મને વિશ્વાસ છે કે આવું જ થશે

Reporter: admin

Related Post