એડવર્ટાઈઝીંગ ક્લબ ઓફ બરોડા છેલ્લા ૪૦ વર્ષથી વધુ વડોદરા શહેરમાં કાર્યસ્ત છે. એડવર્ટાઈઝીંગ ક્લબ ઓફ બરોડા માં વડોદરા શહેરની નામાંકીત જાહેરાત એજન્સીઓ સંકળાયેલી છે. દર બે વર્ષે એડવર્ટાઈઝીંગ ક્લબ ઓફ બરોડાની પ્રણાલી પ્રમાણે નવા હોદ્દેદારોની નિમણૂંક થતી હોય છે. ૨૦૨૪ - ૨૦૨૬ ના નવા હોદ્દેદારો માટેની નિમણૂંક માટે એડવર્ટાઈઝીંગ ક્લબ ઓફ બરોડા ના તમામ સભ્યો એકઠા થયા હતા અને આવનારા ૨૦૨૪- ૨૦૨૬ ના વર્ષ માટે નવા હોદ્દેદારોની નિમણૂંક કરી હતી. જેમાં પ્રેસિડેન્ટ તરીકે શ્રી આશિર દલાલ (પર્લ એડવર્ટાઈઝીંગ), વાઈસ પ્રેસિડેન્ટ તરીકે શ્રી ભાવેશ શાહ (એવન એડવર્ટાઇઝીંગ), સેક્રેટરી તરીકે શ્રી પારિતોષ વ્યાસ (ઓમ એડવર્ટાઈઝીંગ એન્ડ માર્કેટીંગ), જોઈન્ટ સેક્રેટરી તરીકે શ્રી દિપેન શાહ (એક વેલ્યુ એન્ટરપ્રાઈઝીસ) અને ટ્રેઝરર તરીકે શ્રી નિસ્વ શાહ (જેપી પબ્લીસીટી)ની નિમણૂંક કરવામાં આવી હતી.
આ પ્રસંગે પૂર્વ પ્રેસિડેન્ટ શ્રી ચિરાગભાઈ શાહએ તેમના પ્રમુખ કાળ દરમ્યાન માનવંતા સભ્યો દ્વારા જે સાથે સહકાર મળ્યો હતો તે બદલ સૌનો આભાર માન્યો હતો અને નવી નિમણૂંકની જાહેરાત કરી હતી અને તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે એડવર્ટાઈઝીંગ ક્લબ ઓફ બરોડાના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વાનુમતે નવા હોદ્દેદારોની નિમણૂંકને આવકારી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.
Reporter: