News Portal...

Breaking News :

હિંમતનગરમાં વર્ષ પ્રતિપદા ઉત્સવ તેમજ ડૉ બાબા સાહેબ આંબેડકર અને ડૉ હેડગેવારજીની જન્મ જયંતીએ RSSન

2024-04-16 12:08:17
હિંમતનગરમાં વર્ષ પ્રતિપદા ઉત્સવ તેમજ ડૉ બાબા સાહેબ આંબેડકર અને ડૉ હેડગેવારજીની જન્મ જયંતીએ RSSન

હિંમતનગરમાં આજે RSS નું સહકારી જીન વિસ્તારમાં ત્રણ કિમીનું પથ સંચલન યોજાયું હતું જેમાં 350 થી વધુ સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં જોડાયા હતા.તો વિસ્તારની સોસાયટીના રહીશોએ પથ સંચલનનું પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું.

અ અંગેની વિગત એવી છે કે,હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ધ્વારા હિંદુ નવ વર્ષ (વર્ષ પ્રતિપદા) તેમજ ડૉ બાબાસાહેબ આંબેડકર અને સંઘના સ્થાપક ડૉ હેડગેવારજીની જન્મ જયંતી નિમિતે પથ સંચલનનું રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું.આ પથ સંચલનની શરૂઆત હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં અંકિતા ડેરી સામેના મેદાનથી ઘોષ સાથે થઇ હતી.

જે લીમ્બચ માતાજીના મંદિરે થઈને મારુતિનગર સોસાયટી થઈને ગણપતિ મંદિરે થઈને અંકિતા ડેરી સામે મેદાનમાં પહોચી પથ સંચલન પૂર્ણ થયું હતું.આ પથ સંચલન વિસ્તારની સમગ્ર સોસાયટીઓમાં 3 કિમી 45 મિનીટ કરવામાં આવ્યું હતું.જેમાં સોસાયટીના રહીશોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું.આ પથ સંચલનમાં 350 થી વધુ સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં જોડાયા હતા.આ પથ સંચલનમાં નગર સ્તરથી જીલ્લા તથા પ્રાંત કક્ષાના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.  

 

Reporter:

Related Post