ટોક્યો: જાપાન સરકાર દ્વારા નવા પાડવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં વૃધ્ધો અને કામકાજી વડિલો બંનેની સંખ્યા સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે.
જાપાન ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર ૬૫ વર્ષ કે તેનાથી વધુ વર્ષ ધરાવતા લોકોની સંખ્યા ૩ કરોડ અને ૫૦ હજાર થઇ છે જે ગત વર્ષની સરખામણીમાં ૨૦ હજારે જેટલી છે.જેમાંથી ૧ કરોડ ૫૭ લાખ અને ૨૦ હજાર પુરુષો જયારે ૨ કરોડ પ લાખ અને ૩૦ હજાર મહિલાઓ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર ગત વર્ષ બુઝુર્ગ શ્રમિકોની સંખ્યા રેકોર્ડ તોડ ૯૧ લાખ અને ૪૦ હજાર રહી છે. મતલબ કે ૨૫.૨ ટકા વૃધ્ધો પાસે નોકરી હતી. ૬૫ થી ૬૯ વર્ષનું આયુષ્ય ધરાવતા વડિલોની સંખ્યા ૫૨ ટકા હતી.
રોજગારી ધરાવતા વૃધ્ધોની સંખ્યા ગત વર્ષની તુલનામાં ૪૦ હજાર જેટલી ઘટી છે. જયારે વૃધ્ધ કામકાજી મહિલાઓની સંખ્યા ૩૮ લાખ થઇ છે જે ગત વર્ષ કરતા ૫૦ હજાર વધારે છે. ભારતમાં બાળલગ્ન એક મોટી સામાજિક સમસ્યા છે જયારે જાપાનમાં યુવક અને યુવતીઓ લગ્નથી જ દૂર ભાગી રહયા છે. જાપાનના યુવક યુવતીઓ માને છે કે લગ્ન પછી પતિ પત્નીના સંબંધોમાં આર્થિક સલામતી ખૂબ જ મહત્વની છે. યુવાઓ લગ્ન કર્યા પછી પોતાને અને પોતાના સંતાનોને સારુ આર્થિક જીવન મળશે તે અંગે અસમંજસ અનુભવે છે.
Reporter: