નવી દિલ્હી : આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે આપના વિધાનસભા પક્ષની બેઠક મંગળવારે સવારે સાડા અગિયાર વાગે થશે. તેમા નવા સીએમના નામ પર ચર્ચા થશે.
આમ આ બેઠક અરવિંદ કેજરીવાલ અરજી મળશે તે પહેલા થશે. આબકારી નીતિને લઈને સુપ્રીમ કોર્ટમાંથી જામીન પર છૂટેલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બે દિવસમાં રાજીનામુ આપવાનીવાત કરીને બધાને ચોંકાવી દીધા છે. તેની સાથે તેમણે દિલ્હીમાં મહારાષ્ટ્રની સાથે જ નવેમ્બરમાં ચૂંટણી કરાવવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી લોકો તેમને પ્રામાણિકતાનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી તેઓ ખુરશી પર નહીં બેસે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પછી નવા સીએમના નામ પર ચર્ચા તેજ થઈ ગઈ છે. કૈલાસ ગેહલોત, ગોપાલ રાય અને આતિશીમાંથી કોઈ એકને સીએમની ખુરશી મળી શકે છે. જો કે હજી સુધી કોઈ નામ પર મહોર લાગી નથી.કેજરીવાલએ આજે લેફ્ટનન્ટ ગવર્નર પાસે મળવાનો સમય માંગ્યો હતો અને હવે તેમને મંગળવાર સાંજનો સમય આપવામાં આવ્યો છે. તેથી તે એલજીને મંગળવારે સાંજે રાજીનામુ આપે તેવી સંભાવના છે. આ બધા વચ્ચે દિલ્હીના નવા સીએમ કોણ હશે તેને લઈને ચર્ચા દિલ્હીના રાજકીય વર્તુળોમાં છે.
Reporter: admin