News Portal...

Breaking News :

આગામી વસતી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે

2025-06-16 14:12:02
આગામી વસતી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે


દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહા રજિસ્ટ્રાર અને વસતી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસતી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. 


ત્યારબાદ વસતી ગણતરી અંગેની સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં આપેલી માહિતી અનુસાર સૌ પ્રથમ સ્ટાફની નિમણૂક, તાલીમ, ફોર્મેટની તૈયારી અને ક્ષેત્રીય કાર્યનું આયોજન કરવામાં આવશે. દેશમાં પહેલીવાર વસતી ગણતરી અને જાતિ આધારિત વસતી ગણતરી એક સાથે હાથ ધરવામાં આવી રહી છે.પ્રથમ તબક્કો: મકાન સૂચીકરણ અને મકાનોની ગણતરી (HLO)નો રહેશે. આ તબક્કામાં દરેક પરિવારની રહેણાંક સ્થિતિ, સંપત્તિ અને સુવિધાઓ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવશે.


બીજો તબક્કો (વસતી ગણતરી - PE): આ તબક્કામાં દરેક ઘરમાં રહેતા દરેક વ્યક્તિની વસતીવિષયક, સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય માહિતી એકત્રિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વસતીગણતરીમાં જાતિ ગણના પણ કરવામાં આવશે.ભારતમાં વસતી ગણતરીની પ્રક્રિયા માર્ચ, 2027માં પૂર્ણ થશે. જે લગભગ 21 મહિને પૂર્ણ થશે. વસતી ગણતરીનો પ્રાથમિક ડેટા માર્ચ 2027માં જાહેર કરાશે. તેમજ વિગતવાર માહિતી જાહેર કરવામાં ડિસેમ્બર, 2027 સુધીનો સમય લાગી શકે છે. વસતી ગણતરી બાદ સીમાંકન પંચની રચના કરવામાં આવશે. જેથી વસતી અનુસાર લોકસભા બેઠકોનું વિતરણ કરી શકાય.

Reporter: admin

Related Post