ઘોર નિદ્રામાંથી સામાજિક કાર્યકરો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યા બાદ મોડે મોડેથી સ્માર્ટ પાલિકા તંત્ર જાગ્યું, કાલાઘોડા જર્જરિત બ્રિજ જોખમી ન બને માટે ટેકા મૂકી સમારકામ હાથ ધરાયું

વડોદરા શહેરના કાલાઘોડા નજીક આવેલ વિશ્વામિત્રી બ્રિજ એ ચૌદમી સદીમાં તેનું નિર્માણ થયું હતું ત્યારબાદ ગાયકવાડી શાસનમાં બે વાર તેનું સુધારો અને સમારકામ કરવામાં આવ્યું હતું આજે પણ આ બ્રિજ અડીખમ છે અને વિશ્વામિત્રી નદીમાં ગમે તેટલું પૂર આવ્યું છતાં આ બ્રિજ અડિખમ ઉભો હતો

પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે બ્રિજ જર્જરિત થવાની શરૂઆતના ભાગરૂપે કાંગરા ખરવા શરુ થતા પર્યાવરણ વિદો અને સામાજિક કાર્યકરો દ્વારા સ્માર્ટ પાલિકાના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું જેનું સંજ્ઞાન લઈ મોડે મોડેથી તંત્ર ચોમાસાની તૈયારી સમયે બ્રિજની આસપાસ ટેકા ગોઠવી સમારકામની કામગીરી હાથ ધરી છે.



Reporter: admin