News Portal...

Breaking News :

બહુ-રુપિયા નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની ભાગબટાઈમાં પાલિકાની તિજોરી ખાલી થઈ રહી છે.પાલિકામાં ચાલતું કોન્ટ્રાક્ટર રાજ

2025-06-23 14:43:55
બહુ-રુપિયા નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની ભાગબટાઈમાં પાલિકાની તિજોરી ખાલી થઈ રહી છે.પાલિકામાં ચાલતું કોન્ટ્રાક્ટર રાજ


નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠ ખુલ્લી પડી ગઇ...
કોન્ટ્રાક્ટરોને કામ અપાવવા કેટલાક બહુરૂપિયા નેતાઓ તો સંકલનમાં તોફાન મચાવે છે અને પાછા અધિકારીઓને કામ કરવાની સલાહ આપે છે...


વાસ્તવમાં સંકલન કે સામાન્ય સભા કોઇ પણ બેઠક હોય તો પ્રજાના પ્રતિનીધી ધારાસભ્યો, સાંસદ કે પછી કોર્પોરેટર હલકી કામગીરી માટે કોન્ટ્રાક્ટરો ઉપર ટોપલો ઢોળી દઇને પોતાની આબરુ બચાવે છે પણ એ જ કોન્ટ્રાક્ટરને કામ મળે તે માટે સંકલનની બેઠકમાં કેટલા તઆ નેતાઓ તોફાન મચાવે છે તે જગજાહેર છે. પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ મળે તે માટે નેતાઓ કોઇ પણ હદ વટાવી દે છે અને આવી બેઠકોમાં પાછા શેખી મારે છે . નેતાઓ અધિકારીઓને ફિલ્ડમાં જવા સલાહ આપે છે.પરંતુ તેઓ કેટલી વાર ક્યાં ક્યા ફિલ્ડમાં જઇને કોન્ટ્રાક્ટરના કામોનું ચેકીંગ કરે છે તે જણાવતા નથી. 

અધિકારીઓની સાથે નેતાઓની પણ જવાબદારી છે. તેઓ પણ કોન્ટ્રાક્ટર ઉપર બાજ નજર રાખે. પણ તેઓ નહી કરે કારણ કે તેમના જ આસપાસના નેતાઓનું પીઠબળ તે કોન્ટ્રાક્ટર પર રહેવાનું છે. પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને ટેન્ડર મળે તે માટે સ્થાયી પહેલા મળતી સંકલનમાં ઘણા નેતાઓ રીતસર તોફાન મચાવી દે છે અને ઉગ્ર રજૂઆતો કરે છે. આવા અનેક ઉદાહરણો અત્યાર સુધી બહાર આવેલા છે. હવે તો આખું વડોદરા શહેર જાણે કે ક્યા અધિકારી સાથે કામ કરી ને કોન્ટ્રાક્ટર બની ગયા છે અને ક્યા કોન્ટ્રાક્ટર નેતા બની ગયા છે. નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠ ખુલ્લી પડી ગઇ છે. આ નેતાઓ અધિકારીને સલાહ આપે છે કે ફિલ્ડમાં નીકળો. દરેક જણ જાણે છે કે વારંવાર ઢગલો નોટિસો-રીમાઈન્ડર અપાયા હોય તેવા કોન્ટ્રાકટરોને પણ ફરીથી કામ સોંપાયા છે. અધિકારીઓ ઘણી વાર આવા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા માંગતા હોય પણ નેતાઓનાં દબાણના કારણે તે કાર્યવાહી કરી શકતા નથી. પહેલા કોન્ટ્રાક્ટરો અને નેતાઓ વચ્ચેનું મેળાપીપણું દુર કરો પછી જ અધિકારીઓને સલાહ આપો.

Reporter: admin

Related Post