News Portal...

Breaking News :

બાબુજી બાબુઓ ઉપર બલ્લમ્

2025-06-23 14:37:03
બાબુજી બાબુઓ ઉપર બલ્લમ્



*મ્યુનિસિપલ કમિશનર પાલિકાનાં ભાગબટાઈવાળા અધિકારીઓ-એન્જિનિયરોને ઓળખી ગયા છે* 

બાબુજીના રડારમાં જે અધિકારી આવશે તેના ઉપર સ્ટ્રીક્ટ એક્શન લેવાશે. રાણાજીએ આવા અધિકારીઓને માથે ચડાવ્યા હતા. કેમ્પ ઓફિસમાંથી ભાગ બટાઈનાં ધંધા કરતા*... 


ડેપ્યુટી કમિશનર (પશ્ચિમ) ગંગાસિંગ પણ બાબુજીનાં રાહ ઉપર સરાહનીય કામ કરી રહ્યા છે. એમણે પણ એમના વિસ્તારમાં કોન્ટ્રાક્ટરોની લાલીયાવાડી પકડી લીધી છે....


સુધરી જજો.....કેન્ટ્રાક્ટરોના ભરાસે કામ છોડી દઇ ફિલ્ડમાં ના જનારા અધિકારીઓ સામે હવે કડક કાર્યવાહી કરાશે..

પોતાની એસી કેબિનમાં બેસીને કોન્ટ્રાક્ટરોના ભરસે કામ છોડી દેનારા એન્જિનીયરો તથા વોર્ડ કક્ષાના અધિકારીઓથી માંડીને આસિ.કમિશનર તથા ડે.કમિશનર સુધીના અધિકારીઓએ હવે એસી કેબિન છોડીને ફિલ્ડમાં જવું પડશે.તેમ સ્પષ્ટપણે મ્યુનિ.કમિશનર અરુણ મહેશ એ જણાવ્યું છે. શનિવારે એમ પી. ધારાસભ્યો સાથેની સંકલન બેઠક બાદ કમિશનરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું પણ ફિલ્ડમાં નિકળું છું તો તમામ અધિકારીઓએ પણ કેબિન છોડીને બહાર નિકળવું જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે મને રસ્તા પર ખાડા દેખાય છે તો તેમને પણ ખાડા દેખાતા જ હશે અને હવે આના માટે તમારે એજન્સીઓ કે કોન્ટ્રાક્ટરના ભરોસે નહી રહેવું જોઇએ. વાત સાચી છે કે એક વાર ટેન્ડર આપી દીધું પછી બધું કોન્ટ્રાક્ટર ફોડી લેશે તેવું વલણ અધિકારીઓ દાખવે છે. તેથી કોન્ટ્રાક્ટરો બેફામ થઈ ગયા છે. તેમને હલકી કક્ષાનું કામ કરી ને પુરુ કરી દેવાની ટેવ પડી ગઇ છે. જો અધિકારી સ્થળ વિઝીટ કરતા થશે અને હલકી ગુણવત્તાની કામ કરતા કોન્ટ્રાક્ટરોને નોટિસ આપતા થશે તો જ કોન્ટ્રાક્ટરોને સીધા કરી શકાશે. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વચ્ચેની ભાગબટાઈ હવે જગજાહેર થઇ ગઈ છે. અધિકારીએ સ્થળ વિઝીટની માહિતી કમિશનર સમક્ષ પણ રજૂ કરવાની રહેશે. કમિશનરે કડક વલણ અપનાવીને 2 એન્જિનીયરોને નોટિસ પણ આપી છે. જીએડીમાં પણ તેની નોંધ લેવામાં આવી છે. આવનારા દિવસોમાં અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની ચેતવણી પણ કમિશનરે આપી છે. આ તો હજુ શરુઆત છે પણ કમિશનર અરુણ મહેશ બાબુની જે કાર્યપદ્ધતિ છે તે મુજબ તે ભલભલા ચમરબંધી અધિકારીઓની બેદરકારીને છોડશે નહી તે વાત એટલી જo સાચી છે.  


આવનારા દિવસોમાં કડક પગલાં ભરાશે...
અધિકારીએ કેબિન છોડીને જવું જોઇએ તે વાતની સુચના મેં આપી છે. કોન્ટ્રાક્ટર કે એજન્સીના ભરોસે ના રહેવું જોઇએ... ખાડા મારા ધ્યાનમાં આવે છે તો તેમના ધ્યાનમાં જ આવવું જોઇએ.. ત્રણ એન્જિનીયરને નોટિસ પણ આપી છે. જીએડીમાં નોંધ પણ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં કડક પગલાં ભરાશે. જે સ્થાનિક વોર્ડ લેવલમાં કામ કરવું જોઇએ અને અમલીકરણ લાવવું જોઇએ . ખાડા પૂરવાની વાત છે કે પછી ખાડા ખોદ્યા છે અને પુરવાની વાત છે. ડ્રેનેજ પુરવાની વાત છે. આ તમામ કામોમાં ટેન્ડર મુજબ કાર્યવાહી કરાશે. અમુકમાં અનનેસરી એક્સટેંશન આપવામાં આવે છે તે બંધ થવું જોઇએ.તેની પણ સૂચના અપાઇ છે. અમુકમાં કન્ડીશન પણ ચેન્જ કરવાનું કહ્યું છે. સ્થાનિક અધિકારીઓ કામ કરીને બતાવશે. અધિકારીને સામેથી સમયસર જવાબ આપવાનું કહ્યું છે. વોર્ડ ઓફિસરોથી લઇને ડે.કમિશનર ધારાસભ્ય, સાંસદની રજૂઆતોનું નિરાકરણ લાવવા કહ્યું છે. દબાણ તથા તળાવો ઉંડા કરવાના વિષયો છે. સંતોષકારક જવાબ મળે અને કામ થાય તે માટે પ્રયાસો કરાશે. અધિકારીએ કેબિન છોડી ફિલ્ડમાં જવું જોઇએ. સ્થાનિક વોર્ડ લેવલે કામ કરવું જોઇએ. ટાઇમસર કામ થાય ખાડાઓ પુરાવા જ જોઇએ.


અરુણ મહેશ બાબુ, મ્યુનિ.કમિશનર

Reporter: admin

Related Post