News Portal...

Breaking News :

પૂર્વ વિસ્તારમાં આવેલ આર્યુવેદીક ત્રણ રસ્તા પાસે પાલિકાએ એલ.ઇ.ડી સ્ક્રિન લગાવી

2024-07-13 16:35:44
પૂર્વ વિસ્તારમાં આવેલ આર્યુવેદીક ત્રણ રસ્તા પાસે પાલિકાએ એલ.ઇ.ડી સ્ક્રિન લગાવી


પાલિકાની હદમાં જાહેરાત માટે લગાવામાં આવતાં બેનર,હોર્ડિંગ્સ અને આધુનિક LED સ્કિન દ્વારા આવક ઉભી કરવાની કામગીરી આવકારદાયક છે પરંતુ જાહેર જગ્યાએ સીટી બસ સ્ટેશનને હટાવીને આવી રીતે એલ ઇ ડી સ્ક્રિન લગાવવી કેટલી વ્યાજબી કહી શકાય 


ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા શહેરમાં અનેક જગ્યાએ જાહેરાત કરવા માટે અનેક જગ્યાઓ ફાળવવામાં આવી છે. આ કામગીરીને પગલે પાલિકાની આવકમાં ચોકકસ વધારો થતો હશે પરંતુ સાથે સાથે જાહેર જનાતને પારાવાર હાલકી પણ ભોગવવી પડે છે એ પાલિકા સત્તાધીશોની આંખે દેખાતું નથી. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલ સીટી બસના બસ સ્ટેન્ડને રાતોરાત હટાવીને આ જગ્યાએ મોટી સાઈઝની LED સ્ક્રિન લગાવીને પાલિકાએ આવકનો નવો સ્ત્રોત ઉભો કરી દીધો છે. એક તરફ આવા મસમોટા જાહેરાતના સ્ક્રિન લગાવીને પાલિકા આવક તો ઉભી કરી દેશે, પરંતુ મધ્યમ અને સામાન્ય વર્ગના નાગરિકો જે સીટી બસની સેવાનો લાભ લે છે એ હવે ક્યાં ઉભા રહેશે 


એ બાબતનો વિચાર પાલિકા સત્તાધીશોને આવ્યો નથી. પાલિકા દ્વારા માત્ર આંધળી કમાણી ઉભી કરવા માટે જાહેર સ્થળો પર આ પ્રકારની જાહેરાતની કામગીરી કરવી એ કેટલી યોગ્ય કહી શકાય એ વિચાર માંગી લે છે.એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે,સમસ્યા છે તેવા સમયે પાલિકા દ્વારા આ પ્રકારની કામગીરી કરીને પ્રજા દ્વારા ચુકવવામાં આવતા ટેક્ષના રૂપિયાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. જે જગ્યાએ પહેલેથી જ સીટી બસ સ્ટેન્ડ હતું તેને દૂર કરીને જાહેરાત માટે આ પ્રકારની કામગીરી કરવી એ અનેક સવાલો ઊભા કરે છે જાહેરાત કરવાની કામગીરીની સામે કોઈ પ્રશ્ન નથી પરંતુ એ એવી જગ્યાએ પણ ન થવી જોઈએ કે જ્યાં આમ જનતાને મહત્વની સુવિધા મળતી હોય. આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલ સીટી બસ સ્ટેન્ડ ખાતેથી રોજ અનેક મુસાફરો ખાનગી વાહનો અને પાલિકા સંચાલિત એસ ટી બસ સેવાનો લાભ લેતા હોય છે ત્યારે હવે આ મુસાફરો કયા સ્થળેથી આ તમામ સેવાઓનો લાભ લેશે એ પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે. પાલિકા ની આ આ અનગઢ કામગીરીને પગલે સ્થાનિક રહીશોમાં કચવાટ જોવા મળ્યો છે

Reporter:

Related Post