News Portal...

Breaking News :

હરણી દુર્ઘટનામાં પાલિકાના કાર્યપાલક ઇજનેર રાજેશ આર. ચૌહાણ બેદરકારી સામે આવતા દોષિત ઠેરવવામાં આવ્યા

2024-07-13 00:11:29
હરણી દુર્ઘટનામાં પાલિકાના કાર્યપાલક ઇજનેર રાજેશ આર. ચૌહાણ બેદરકારી સામે આવતા દોષિત ઠેરવવામાં આવ્યા



શહેરના હરણી દુર્ઘટના કેસમાં હાઈકોર્ટના વલણ બાદ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરાઈ છે. કોર્પોરેશનને ખાતાકીય તપાસમાં 3 અધિકારીની નિષ્કાળજી મળી આવી છે. આ ત્રણેય અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.જેમાં રાજેશ ચૌહાણની બેદરકારી સામે આવતા તેઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમની સામે શિસ્ત વિષયક પગલાં ભરવામાં સામાન્ય સભાંમાં દરખાસ્ત મુકવામાં આવી છે.અગાઉ 2019 માં શહેરમાં ગંદા પાણી પીવડાવવા મામલે પણ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ રાજેશ ચૌહાણને સસ્પેન્ડ કર્યા હતા.




18 જાન્યુઆરીએ વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 લોકોના મોત થયા હતા. આ કેસમાં સેફ્ટીની ઐસી-તૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો. તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાલિકાના કાર્યપાલક ઇજનેર રાજેશ આર. ચૌહાણ સામે હરણી બોટ દૂર્ઘટના પ્રકરણમાં ઇજારદાર દ્વારા ઉભી કરવામાં આવેલ સુવિધાઓમાં ઉપયોગમાં લેવામાં આવેલ સાધનો, એકટીવીટી માટે જરૂરી લાયસન્સ અને પરવાનગીઓ મેળવવામાં આવેલ છે કે કેમ, લાયસન્સ કે પરવાનગીઓ મેળવવામાં આવેલ હોય તો સમયસર રિન્યુ કરવામાં આવેલ છે કે કેમ તે સહિતની કામગીરી સોંપવામાં આવી હતી. 



જેમાં રાજેશ ચૌહાણ દ્વારા નિષ્કાળજી રાખવામાં આવી હતી. રાજેશ ચૌહાણની બેદરકારી સામે આવતા તેઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમની સામે શિસ્ત વિષયક પગલાં ભરવામાં આવશે. કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ વર્ગ-૧ ના અધિકારી છે તેમની નિમણુંક અધિકારી સામાન્ય સભામાં હોવાથી રાજેશ ચૌહાણને તેઓ સામેના સાબિત થયેલા આક્ષેપોની નજરે તેઓ સામે શિસ્તવિષયક કાર્યવાહી કરવા સામાન્ય સભામાં દરખાસ્ત મુકવામાં આવી છે. તેમજ વાસણા પાણીની ટાંકીમાં ગેરરીતિ અંગેની પણ તપાસ ચલાવવામાં આવી હતી. જેમાં પણ તેઓ કસૂરવાર ઠાર્યા છે. વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટે 2 અધિકારીઓ સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. ત્યારે હાઈ કોર્ટના આકરા વલણ બાદ કોર્પોરેશને અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવી. આ ખાતાકીય તપાસમાં 3 અધિકારીની બેદરકારી સામે આવી છે. ત્યારે આ ત્રણેય અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવી, જેમાં તેમની નિષ્કાળજી છતી થઈ. કોર્પોરેશનની આ તપાસમાં કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ, પૂર્વ ઝોનના હંગામી કાર્યપાલક ઈજનેર પરેશ પટેલ અને ઈજનેર જીગર સયાનિયા પણ દોષિત ઠર્યા છે. ત્યારે આ ત્રણેય અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં પાલિકાના કાર્યપાલક ઇજનેર રાજેશ આર. ચૌહાણ બેદરકારી સામે આવતા તેઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે.અગાઉ 2019 માં શહેરમાં ગંદા પાણી પીવડાવવા મામલે પણ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ રાજેશ ચૌહાણને સસ્પેન્ડ કર્યા હતા.

Reporter: News Plus

Related Post