શહેરના બિહાર ટોકીઝથી ગાજરાવાડી રામનાથ સ્મશાન તરફ જવાના મુખ્ય માર્ગે આવેલ ઇદગાહ મેદાન પાસે છેલ્લા કેટલાય વર્ષોથી ગાયોને ખવડાવવા માટે લીલા ઘાસનો વેચાણ અંગેનો વ્યવસાય કરતા લોકોની સામે પાલિકાએ કાર્યવાહી કરીને દબાણ દૂર કર્યું હતું.
પાલિકા દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન 10000 કિલો ઘાસ પણ જપ્ત કરવામાં આવ્યુ હતું. જેટલા કેટલાય વર્ષોથી ઇદગા મેદાન પાસે શહેરના નાગરિકો દ્વારા ગાયને લીલું ઘાસ ખવડાવવાની કામગીરી કરવામાં આવતી હતી લીલા ઘાસ ખવડાવવાની કામગીરીને કારણે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોવાને લઈને પાલિકાના માર્કેટ ઇન્સ્પેક્ટર ડોક્ટર પંચાલ અને ઢોર પાર્ટીના ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ સરવૈયા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
પાલિકા ના તંત્રએ બુલડોઝર ફેરવીને આ જગ્યાને ખુલ્લી કરી હતી. લીલું ઘાસ વેચવાની પ્રવૃત્તિને કારણે આ વિસ્તારમાં અસંખ્ય ઢોરોની અવરજવરને પગલે અકસ્માતના બનાવો પણ બન્યા હોવાની વિગતો સામે આવી છે.
Reporter: admin